કુંવરજીભાઈ બાવળીયાનું કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું

અબતક, જસદણ

કોળી સમાજનું સંગઠન દેશનાં 17 રાજયોમાં ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદની જવાબદારીમાંથી મૂકત થવાનો નિર્ણય કરતા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 2017માં 3 વર્ષ માટે સર્વ સંમતિથી પ્રમુખ તરીકે ચૂંટાયા હાલમાં ગુજરાત સરકારના કેબીનેટમંત્રી તરીકે પાણી પુરવઠા, પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જવાબદારીઓ અને સ્થાનિક લોકસેવાના કાર્યોમાં સતત વ્યસ્તતાના કારણે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનની રાષ્ટ્રીય કામગીરીપૂરતો સમય ફાળવી શકાતો ન હોય સંગઠનના પ્રમુખ તરીકે મુક્ત થઈ અન્યને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધેલ છે.