કચ્છ: રતનાલ ગામમાં જુથ અથડામણ, હોટેલમાં થઈ મારામારી

ઘણી વખત કોઈ સામાન્ય બાબતમાં લોકો ઝઘડી પડતાં હોય છે. થોડીક વાર પહેલાની પરિસ્થિતી સાવ સામાન્ય હોય અને ઘડીકની વારમાં લોકો બાબતને રજનું ગજ કરીને મોટું સ્વરૂપ આપી દે છે. આવી જ એક ઘટના કચ્છમાં બની છે. જેમાં મારમારીનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે વ્યક્તિ બહારથી આવીને બીજા વ્યક્તિને મન ફાવે તેમ મારવા મંડે છે. આ ઘટના કચ્છના રતનાલ ગામના હોટેલની છે. જેમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ હોટલમાં એકદમ ગંભીર વાતાવરણ થઈ ગયું.

મામલો ગરમ જ હતો પરંતુ બોલાચાલી થતાં મામલો વધુ બીચકાયો અને બંને જુથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. થોડી બોલાચાલી બાદ હોટલમાં ઉપસ્થિત બધા જ લોકો એક બીજા સાથે બાજવા લાગ્યા. લાકડી લઈને શખ્સ પર વાર કરવા લાગ્યા હતા. કેટલા લોકોએ છોડાવવા છતાં એક સખ્સને બધા લોકો છોડતા નહોતા અને મહામહેનતે બધાને અલગ કર્યા અને મામલો થાળે પાડ્યો હતો. રાજયમંત્રી વાસણભાઈ આહીરના ગામ રતનાલમાં આવી ઘટના બનતા સમગ્ર કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે.