કચ્છ: માંડવીમાં વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં વૈદિક ધર્મ ઉતકર્ષ ટ્રસ્ટ દ્વારા અનોખી કામગીરી

કચ્છના માંડવી ખાતે સતસંગ આશ્રમ મદયે વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં વૈદિક ધર્મ ઉતકર્ષ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર અને લોક કલ્યાણના ઉદ્દેશ્યથી મહારુદ્ર યજ્ઞ તેમજ સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત પર્યાવરણના જતન રૂપે વિશ્વ હિન્દુ પરિષદ-માંડવી પ્રખંડ દ્વારા વૃક્ષારોપણનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણની કામગીરી સાથે ૧૧૦૮ પાર્થિવેશ્વર શિવલિંગનું પૂજન-અભિષેક કરવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા બીજેપી ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, ભચાઉ નગરપાલિકાના પૂર્વપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા મોર્ચાના અધ્યક્ષ તાપશભાઈ શાહ, માંડવી બીજેપીના પ્રમુખ દેવાંગભાઇ દવે, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી, યુવા મોર્ચા મંત્રી મુકેશભાઈ જોશી, વૈભવ સંઘવી, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંતભાઈ પંડ્યા સહિતના આગેવાનો તેમજ મહંત દિલીપગીરી બાપુ, પ્રવિણસિંહ જાડેજા, સહિતના સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.