Abtak Media Google News

ફાર્માબ્રીગેડ ૨.૦ એ આત્મનિર્ભર ભારતના વિષય પર ભાર મૂક્યો હતો અને ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પર ભારત-ચીન કટોકટીના પ્રભાવો પર આબેહૂબ ચર્ચા કરી હતી. સ્પર્ધાનો મુખ્ય હેતુ દવા (અઙઈંત) ના સંદર્ભમાં ચીન પરની ભારતની ઉચ્ચ ઇમ્પોર્ટ (કે જે ૭૦% થી ૮૦% ની વચ્ચે છે) ની સમસ્યાઓ અને અવરોધોને શોધવા અને સમજવાનો હતો, અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને સ્વનિર્ભર બનાવવા માટે ઉપાયો દર્શાવવાનો હતો. સંસ્થા એ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોના ત્રણ દિગ્ગજોને બાહ્ય જૂરી સભ્યો તરિકે આમંત્રિત કર્યા હતા-

શ્રી ભાવેશ ઉપાધ્યાય (સ્થાપક અને એમડી-એન્ટરપ્રાઇઝિંગ ઇંડિયન અને જાણીતા અખબારના કટાર લેખક),  શ્રી મૃગાંક શાહ (એમડી-હેલિઓસ લેબોરેટરીઓ),   શ્રી બસંત અગ્રવાલ (સીઈઓ-એડકેમ ફાર્માસ્યુટિકલ્સ લિ.) નો બ્રાહ્ય જૂરી તરીકેની ઉપસ્થિતિમાંબી. ફાર્મ સેમેસ્ટર ૩, ૫ અને ૭ ના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પાંચ-પાંચ વિધ્યાર્થિઓની ટીમો બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેઓએ ભારત અને ચીનના અઙઈં ઉદ્યોગ, બે દેશો વચ્ચે આયાત-નિકાસ સંબંધો, ખર્ચ અને ખાધ વિશ્લેષણ અને ઞજઋઉઅ તરફ્થી ભારતીય કંપનીઓને ચેતવણી પત્ર વિષે વિસ્તૃત રજૂઆત તૈયાર કરી. આ સાથે, વિદ્યાર્થીઓએ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા સૂચિત વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી, જેમાં તાજેતરમાં શરૂ કરાયેલ ઙકઈં યોજના (પ્રોડક્ટ લિંક્ડ ઇંસેન્ટિવ) જેનું કદ રૂ. ૬૪૯૦ કરોડ નું છે અને જેનાથી આગામી વર્ષોમાં વેચાણમાં રૂ. ૪૬,૦૦૦ કરોડ સુધી નો વૃદ્ધિનો અંદાજ મુકાયેલ છે.

વિદ્યાર્થીઓને ભારતમાં ફોર્મ્યુલેશન અને અઙઈં ના કુલ ઉત્પાદન માટે તુલનાત્મક અધ્યયન, ભારતીય કંપનીઓ અને ચાઈનીઝ કંપનીઓ વચ્ચે તુલનાત્મક ટોપ ૧૦ એ.પી.આઇ.નું ખર્ચ વિશ્લેષણ, ચાઇનીઝ અઙઈં ની કિંમત કેમ ઓછી હોય છે એનું વિશ્લેષણ, ભારતીય અઙઈં મેન્યુફેક્ચર્સનો અને ચાઇનીઝ અઙઈં મેન્યુફેક્ચર્સનો અભ્યાસ, વિગેરે વિષયો પર એમના પ્રેસંટેશન આપ્યા. વિદ્યાર્થીઓએ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વધુ સ્વનિર્ભર બનાવવા માટે વિવિધ ઉકેલો સૂચિત કર્યા જેવા કે છઉ ની કાર્યક્ષમતા વધારવી, ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણ કરવું અને સ્પર્ધાત્મક નિકાસ કરવી, ચીનની જેમ જઊણત ની જાહેરાત કરવી અને એનું યોગ્ય સંચાલન કરવું, કેમિકલ એફ્લુએંટ વ્યવસ્થાપન, ઓછા બેંક વ્યાજ દર, ઉદ્યોગસાહસિકને વિવિધ સબસિડીઓ, વ્યવસાય કરવામાં સરળતા (ઓછા સરકારી વિઘ્નો, એક જ જગ્યાએથી મંજૂરી), સરકાર દ્વારા પી.એલ.આઈ. યોજનાઓની વધુ જાહેરાત અને જાગૃતિ, વૈશ્વિક નિયમનકારી એજન્સીઓ ના માપદંડો નું અસરકારક પાલન, ભારત ના જી.ડી.પી. ના આરોગ્ય સંભાળ ના ખર્ચમાં વધારો, વગેરે.

અંતે, જૂરી સભ્યો વિદ્યાર્થીઓની વિચારશીલતાથી ખૂબ પ્રભાવિત થયા અને ભારત-ચાઇના ફાર્માસ્યુટિકલ વિઝન વિશે તેમની મૂલ્યવાન સમજ શેર કરી. તેઓએ વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવું, ભાવિ ફાર્માસ્યુટિકલ યોજનાઓમાં કેવી રીતે ફાળો આપવો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના પ્રેક્ટિકલ જ્ઞાનથી તેમને સમૃદ્ધ બનાવવા વિશે વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડ્યું. વિધ્યાથીઓ એ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ પણ કર્યો. ટોચની ૩ ટીમોને રૂ. ૫૦૦૦ થી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.