Abtak Media Google News

ખરીદીની લ્હાયમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો તદ્દન અભાવ

હોળી તેમજ ધુળેટી જેવો તહેવાર આવે છે ત્યારે ચોટીલા શહેર માં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. જેમાં વેપારીઓ તેમજ લોકો બેફામ રીતે માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્ટ નો ઉપયોગ ન કરતા સરકારી ગાઈડ લાઈનનો અભાવ જોવા મળ્યો હતો.

જ્યારે  રેફરલ હોસ્પિટલે કોરોના ના ટેસ્ટ થતા હોય છે તે અંગે લોકો પણ અજાણ છે. સૂત્રો પાસે જાણવા મળેલ મુજબ ચોટીલા ના તાલુકા હેલ્થ અધિકારી તા.12.3.2021 ના રોજ બીમાર પડતા અમદાવાદ મુકામે હોસ્પિટલ માં દાખલ થઈને કોરોના વાઇરસ અંગે છઝ-ઙઈછ ટેસ્ટ કરાવેલ છે

તેમ છતાં કોરોના વાઇરસ નો ભાઈ કે ભત્રીજો હોય તેમ હજુ હેલ્થ અધિકારી બીમારી થી પીડાઈ રહયા છે અને તંત્ર દ્વારા રેફરલ હોસ્પિટલે કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં ગઈકાલે જ 11 કોરોના ના સેમ્પલ લેવાયા હતા.

જ્યારે આ સેમ્પલ લીધા બાદ એક વ્યક્તિ કોરોના પોઝીટીવ આવવા છતાં ચોટીલા શહેર તેમજ ગ્રામ્યવિસ્તારો ના લોકો અને ચામુંડા માતાજી ના દર્શને આવતા યાત્રિકો પણ કોરોના ને આમંત્રણ આપી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.