લોકોની જાગૃતિનો અભાવ ગળાના કેન્સરને નોતરે છે : ડો. હિમાંશુ ઠક્કર 

  • ગળામાં થતી સામાન્ય ખીચ-ખીચ પણ લોકોએ અવગણવી ન જોઈએ. : ડો. બબીતા હાપાણી 
  •  તે લોકો યોગ્ય જીવનશૈલી, સમતોલીત આહાર અને વ્યસનથી દૂર રહે તે ગંભીર રોગથી બચી શકશે 
  • પૂરતો આયોડીન યુક્ત ખોરાક લેવામાં આવ્યો ન હોય અને મેદસ્વીતાની સાથોસાથ વારસાગત તકલીફોન પગલે  થાઇરોઇડ કેન્સર થતું હોય છે. 
કુદરતે માનવ શરીરનું નિર્માણ ખૂબ જ સમજણપૂર્વક કર્યું છે પરંતુ લોકોની જાગૃતતા નો અભાવ ના કારણે જે રીતે તેની જાળવણી અને તેની સાચવણી થવી જોઈએ તે ખાઈ શકતી નથી અને પરિણામે લોકોએ ઘણાખરા પ્રશ્નો થી પીડાવું પડે છે. જી હા આપણે વાત જ્યારે કરી રહ્યા છીએ ગળાની તો માનવ શરીરમાં ગળા નું મહત્વ ખૂબ જ વધુ છે પરંતુ લોકોની જે ખોરાક ખાવાની જે આદત છે તેનાથી ગળા ની શું હાલત થાય તેથી લોકો અજાણ રહેતા હોય છે અને લાંબા ગાળે ઘણી તકલીફ નો સામનો પણ કરવો પડે છે એટલું જ નહીં લોકોએ છેલ્લે તો ગળાના કેન્સરનો ભોગ પણ બનવું પડે છે.
સારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદભવે તેના માટે તબીબ દ્વારા લોકોને અનેકવિધ રીતે સાવચેત કરવામાં આવતા હોય છે અને તેઓને ગંભીરતા લેવા પણ જણાવવામાં આવતું હોય છે. હાલની ભાગદોડવાળા જીવનમાં ગળામાં સહેજ પણ ખીચ-ખીચ  જેવું અનુભવ થાય તો પણ લોકોએ તેને ગંભીરતાથી લેવું ખૂબ જ જરૂરી છે કારણ કે એ ખીચ ખીચ જ જે તે વ્યક્તિને ગળાના કેન્સર સુધી લઈ જતું હોય છે. તરફ લોકો જે ખાણીપીણી નું સેવન કરતા હોય છે તેનાથી તેઓ સંપૂર્ણ રીતે અજ્ઞાનતા ધરાવે છે અને ગમે તે વસ્તુ આરોગવા મળે છે તે ખરાઅર્થમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.
ડોક્ટરોનું માનવું છે કે થાઇરોઇડ કેન્સર જે દર્દીઓને થતા હોય છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે થાઇરોઇડ જેલમાં જે ડીએનએ છે તેમાં સતત બદલાવ આવતો હોય છે. ડૉક્ટરોનું માનવું છે કે વારસાગત તકલીફોની સાથોસાથ મેદસ્વિતા અને બાળપણમાં યોગ્ય આહાર મળ્યો ન હોય અથવા તો યોગ્ય જાળવણી શરીરથી ન કરવામાં આવી હોય તો પણ થાઇરોઇડ કેન્સર નું પ્રમાણ સતત વધતું હોય છે. અહીં તબીબોએ જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ લોકોને પોતાના ગળા ની આજુબાજુ નસ પૂરેલી અથવા તો કોઈપણ બે પ્રકારના સિંહ દેખાય કે જે પહેલા ન દેખાતા હોય તો તેઓએ સીધો જ ડોક્ટરનો સંપર્ક આ જોવો જોઈએ. એટલું જ નહીં તેઓએ અન્ય ઉપાયો પણ આપ્યા હતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોલઝ ફિટિંગ શર્ટ પહેરે તેમના કોલર વધુ ટાઈટ જણાય તો પણ તેઓ એ ડૉક્ટરને દેખાવું જોઈએ.
થાઇરોઇડની બીમારી અથવા તો ગળાની બીમારી થી લોકોએ બચવું હોય તો નિયમિત ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી : ડો. હિમાંશુ ઠક્કર
ડો. હિમાંશુ ઠક્કરે અબતક વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલના સમયમાં દર્દીઓમાં જાગૃતિનો અભાવ સતત જોવા મળી રહ્યો છે ત્યારે જે દર્દીઓ આ તકલીફથી પીડાતા હોય તેઓએ તેમના જીવનશૈલીમાં બદલાવ લાવો ખૂબ જ જરૂરી છે અને જે લોકો આ બીમારીથી બચવા માંગતા હોય તો તેઓએ નિયમિત ચેકઅપ કરાવવું અનિવાર્ય છે. હનુમા તેઓએ ઉમેર્યું હતુ કે જો સમતોલ આહાર લેવામાં આવે અને બહારની ચીજવસ્તુઓ ઉપર રોક મુકાય તો ઘણા ખરા અંશે લોકો આ બીમારીથી બચી શકે છે. તુ મેરી વધુ કે સહેજ પણ તકલીફ લોકોને જણાય તો વિચાર્યા વગર ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ જેથી તે તબિયત તેનું યોગ્ય નિવારણ લાવી શકે.
સ્વસ્થ જીવન જીવવા માટે લોકોએ વ્યસન ને તિલાંજલિ આપવી ખુબજ જરૂરી : ડો. બબીતા હાપાણી
રાજકોટના ખ્યાતનામ ઓનકોલોજીસ્ટ ડો. બબીતા હાપાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન જીવવા માટે લોકોએ વ્યસન ને તિલાંજલિ આપવી ખૂબ જરુરી છે. સુધી લોકો આ વાતને ગંભીરતાથી નહીં સમજે ત્યાં સુધી લોકોએ ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડશે. તેઓએ ઉમેર્યું હતુ કે આજના યુવાધન પણ વ્યસન ની પાછળ ઘેલું થઇ ગયું છે અને તેઓને તેની ગંભીરતા નો સહેજ પણ એહસાસ નથી. સાથોસાથ આજના નવયુવાનો ની સાથે લોકોમાં જે તણાવનું કારણ જોવા મળી રહ્યું છે તે પણ તેઓને વ્યસન તરફ ખેંચી જાય છે અને કેન્સર સુધી પહોંચાડે છે. થી લોકોએ સંપૂર્ણ જેપી પૂર્વક જીવન જીવવું જોઈએ અને યોગ્ય આરામની સાથે પોતાના જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો જોઈએ.