Abtak Media Google News

ખાનગી વિમાન ખરીદનાર સૌરાષ્ટ્રનો પ્રથમ પરિવાર: પરિવારજનોએ વિમાનમાં પ્રથમ દ્વારકાની મુસાફરી કરી દર્શન કર્યા

શીપીંગ બિઝનેસ સાથે સંકળાયેલા અને બીજા પણ કેટલાક વ્યવસાય કરતા જામનગરના ખૂબ જ જાણીતા લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ જેટની ખરીદી કરવામાં આવી છે જામનગર માટે ગૌરવની વાત છે સૌરાષ્ટ્રમાં લાલ પરિવાર પ્રાઇવેટ જેટ ધરાવતો પ્રથમ પરિવાર બન્યો છે જેના માટે પરિવારના અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલને અભિનંદન મળી રહ્યા છે. લાલ પરિવારે વિમાન મળ્યા બાદ પ્રથમ દ્વારકા જઈ દર્શન કર્યા હતા.

ગુજરાતના પૂર્વ મંત્રી હરીદાસ જીવણદાસ લાલ એટલે કે બાબુભાઈ લાલ ના પુત્રો અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને ક્ધસ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. અહીંના ટાઉનહોલ ખાતે શ્રીજી શિપિંગ ના નામે આ પરિવારની મોટી ઓફિસ આવેલ છે જેમાં અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ મિતેશભાઇ લાલ, કૃષ્ણરાજ લાલ અને વિરાજ લાલ તમામ શીપીંગ દેશમાં કાર્યરત રહે છે. આ પરિવારની સેવા જામનગર માટે ખૂબ જાણીતી છે શ્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ અનેક સેવા કાર્ય સાથે સંકળાયેલા છે અનેક દુખીયા ઓ ને મદદ કરવા માટે જાણીતા છે લાલ પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલ અનોખી રીતે જીવવા માટે જાણીતું છે અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ અને એમનાં સંતાનો  લાખણી ગાડીઓ ફેરવવા માટે જાણીતા છે. આ પરિવાર દ્વારા હંમેશા કંઈક નવું કરવામાં આવે છે જે અંતર્ગત લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરવામાં આવી છે અને આજે આ પ્લેનની ડીલીવરી પણ આવી ગઈ છે

પ્રાઇવેટ જેટ આવ્યા બાદ સૌપ્રથમ લાલ પરિવારના વડીલો આ પ્લેનમાં બેસીને ધર્મનગરી દ્વારકા ખાતે ગયા હતા અને જગત મંદિરમાં દર્શન  કર્યા હતા. પ્રાઇવેટ પ્લેન અંગે ની વાતચીત સંબંધે અશોકભાઈ લાલના જયેષ્ઠ પુત્ર મિતેશભાઇ લાલે જણાવ્યું હતું કે સમગ્ર ખરીદી અને ડીલીવરી સહિત આ પ્રાઇવેટ પ્લેન માટે અંદાજે ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જામનગર માટે આ ગૌરવની વાત છે કે અહીં આ લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં લાલ પરિવાર એવું પ્રથમ પરિવાર બન્યો છે કે જેણે પ્રાઇવેટ પ્લેન વસાવ્યું છે. લાલ પરિવારનું ૧૦ સીટ નું આ પ્રાઇવેટ પ્લેન હાલમાં અમદાવાદ ખાતે રાખવામાં આવશે આજે પ્લેન ની ડિલિવરી મળી હોવાથી સૌપ્રથમ પ્રાઇવેટ પ્લેન ને દ્વારકા લઈ જવામાં આવ્યો હતો. લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ જેટની ખરીદી કરવામાં આવી હોવાની વાત બહાર આવતા અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ અને મિતેશભાઇ લાલ ના મિત્ર વર્તુળ દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.