લાઠીના લાલજી દાદાના વડલે જરૂરીયાતમંદ દર્દીઓને ટેસ્ટ માટે  અનુરોધ

0
32

લાઠી લાલજી દાદા ના વડલા ખાતે દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સેવા શરૂ વધતા જતા કોવિડ 19 સંક્રમણ થી પીડિત દર્દી નારાયણો ને વિવિધ પ્રકાર ના ટેસ્ટ માટે જિલ્લા મથકે દિવસ ભર લાંબી લાઈનો માંથી મુક્તિ આપતી સુવિધા સંતોક બા મેડિકલ સેવા દ્વારા સુવિધા ઉભી કરાય વતન પ્રેમી દાતા ગોવિદ ભગતની દુરંદેશી એ  અતિ અદ્યતન ટેસ્ટીગ મશીનો મેડિકલ ઇન્સ્યુમેન્ટ ઉપલબ્ધ થતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં તબીબો ની મુલાકાત લીધી.

લાલજી દાદા ના વડલા ના ટ્રસ્ટી અશોકભાઈ કથીરિયા નિરંજની એ દામનગર શહેર ના અનેકો તબીબો અને સ્થાનિક અગ્રણી ભગવાનભાઈ નારોલા ને મળી દર્દી નારાયણો માટે  ડી. ડાયમર.સી.આર.પી. ઓક્સિજન. સહિત ની સુવિધા ઉપલબ્ધ કરાવશે અને વિવિધ ટેસ્ટ સ્થાનિક કક્ષા એથી થઈ શકે તે માટે સ્થાનિક અગ્રણી ઓ અને તબીબો ને અવગત કર્યા હતા અને જરૂરિયાત મંદ દર્દી ઓના ટેસ્ટ માટે લાલજી દાદા ના વડલે આવવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here