Abtak Media Google News

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી દારૂનો ટ્રક ઝડપી પાડ્યો

બજરંગવાડીના યાકુબ મોટાણીએ સેલવાસ ખાતેથી દારૂ-બિયરનો જથ્થો મોકલ્યાનો ખુલાસા

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા રોડ પરથી દારૂનો ટ્રક ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની નાની-મોટી 1094 બોટલ અને બિયરના 340 ટીન સાથે રેલનગરના લાલચંદ અડવાણી અને પરસાણાનગરના સોયબ મોટવાણીની ધરપકડ કરી છે. જયારે દારૂનો જથ્થો સેલવાસથી મોકલનાર યાકુબ મોટાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચે જાહેર કરેલી વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ એન પરમારની ટીમને બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલો ટ્રક ચોટીલાથી રાજકોટ તરફ આવી રહ્યો છે અને ટૂંક સમયમાં તે ક્રિષ્ના વોટરપાર્ક નજીક પહોંચનાર છે.

ત્યારે બાતમી મળતાની સાથે જ પીએસઆઇ પરમારની ટીમે ક્રિષ્ના વોટરપાર્ક નજીક વોચ ગોઠવી હતી. ત્યારે આ બાતમી વાળો ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવી અંદર હાજર બંને શખ્સોની પૂછપરછ કરવામાં આવતા લાલચંદ ઉર્ફે લાલો ગગનદાસ અડવાણી (ઉં.વ.42) રહે. રેલનગર, હેડગેવાર ટાઉનશીપ, સાધુવાસવાણી કુંજ રોડઝ રાજકોટ અને બીજા શખ્સની ઓળખ સોયન અહેમદભાઈ મોટાણી (ઉ.વ.30) રહે. ભિસ્તીવાડ, રાજકોટવાળા તરીકે થઇ હતી.ટ્રકની જડતી કરવામાં આવતા કેમિકલના કેરબામાં રાખવામાં આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 એમએલની 533 બોટલ તેમજ 180 એમ.એલ. ની 561 બોટલ અને બડવાઈઝર મેગ્નમ પ્રીમિયમ બિયરના 340 ટીન મળી રૂ. 3,58,260નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ.10,73,260નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા યાકુબ મુસાભાઇ મોટાણી રહે. બજરંગવાડી ખોડીયાર  હોટલની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ વાળાએ સેલવાસ ખાતેથી દારૂ અને બિયરનો જથ્થો મોકલ્યાનો ખુલાસો થતા હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે યાકુબ મોટાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.