Abtak Media Google News

જામનગર જિલ્લામાં કોરોના મહામારીથી અવસાન પામેલા અનુ. જાતિના લોકોનાં વારસદારોને તાકિદે મરણ સહાય ચૂકવવા સામાજીક ન્યાય સમિતિ લાલપુરના ચેરમેન હીરજીભાઈ ચાવડાએ કલેકટરને રજૂઆત કરી છે.

છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી સમગ્ર ભારતમાં કોરોના વૈશ્ર્વિક મહામારીએ ભયંકર ખરડો લીધો છે. તેમાં ગુજરાત રાજય પણ બાકાત રહ્યું નથી. ખાસ કરીને તાજેતરમાં છેલ્લા બે મહિનાથી બીજા મોજામાં આ કોરોના મહામારીએ રાજયમાંહજારો નાગરીકોનો ભોગ લીધો છે. અસંખ્ય ગરીબોના કુટુંબો તહસ નહસ થઈ ગયા છે.તેમની રોજગારી છીનવાઈ ગઈ છે.

કોરોના મહામારી સમગ્ર રાજયમાં અનુસુચિત જાતીઓમાં પણ તેટલીજ માત્રામાં પોઝીટીવ લક્ષણો જોવા મળ્યા છે. ખાસ કરીને અનુસુચિત જાતીના સીનીયર સીટીઝનોમાં મૃત્યુંનું પ્રમાણ વિશેષ રહ્યું છે. આવા સંજોગોમાં રાજય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અને આપના સીધા નિયંત્રણ હેઠળ આવતા અનુસુચિત જાતી કલ્યાણ ખાતા દ્વારા અમલમાં રાજા હરિશચંદ્ર મણોતર સહાય યોજનામાં મરણ જ નારના વારસદારોને રૂ.5000ની સહાય આવક મર્યાદાને આધીન ચૂકવવાની યોજના છે.

આ યોજના જિલ્લાનાં રાજય પંચાયત કેડરનાં જિલ્લા નાયબ નિયામક અને સમાજ કલ્યાણ અધિકારીઓ દ્વારા સઘન ઝુંબેશ સ્વરૂપે તાલુકાના નિરીક્ષકો દ્વારા સર્વે કરાવીને હાલ જે ઓનલાઈન ફોર્મ ભરાવવાની પ્રથા છે. તે આંશિક લોકડાઉનની સ્થિતિમાં રદ કરીને ઓફલાઈન મરણ સહાયના ફોર્મ વારસદારો દ્વારા ભરાવવામાં આવે તેમ કરવું અત્યંત આવશ્યક છે.

કોરોના મહામારીમાં જિલ્લા કક્ષાએ હાલ અન્ય કોઈ વિશેષ કામગીરી નથી ત્યારે અનુસુચિત જાતીના લોકોના મૃત્યુ પ્રસંગે વારસદારોને મરણોતર સહાયનો મહતમ લાભ આપવાથી અનુસુચિત જાતીનાં ખોટા સમુદાયને આર્થિક લાભ આપીને કુટુંબની આજીવીકામાં ઉપયાગે બની શકાશે.તેવી રજૂઆત કરવામાંઆવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.