- વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત
- 100 ટકા નિ:શુલ્ક સારવાર થકી સત્ય પ્રેમ કરૂણાના મંત્રને સાર્થક કરતું આરોગ્ય મંદિર
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા સ્થિત 100 ટકા નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના પ્રખ્યાત શિક્ષક અને ગુરુ રતિલાલ બોરિસાગરને શ્રઘ્ધાંજલીરુપે કરવામાં આવી હતી. જેમના પૂર્વ વિદ્યાર્થી, જે આજે ડોકટર, વેપારી, શિક્ષક અને સમાજના પ્રખ્યાત વ્યકિતઓ છે, તેમની પ્રેરણાથી આ કાર્ય શકય બન્યું છે.
સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા તો સારી હોવી જરુરી છે જ સાથે જ મઘ્યમ કે ગરીબ વર્ગને તે પરવડે તેવું પણ હોવું જોઇએ. આધુનિક ઉપકરણો, પઘ્ધતિ તો હવે બધે ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય વર્ગના લોકોને નિ:શુલ્ક બધી સ્વાસ્થ્ય સેવા મળે તો તેમને સારવાર અને નવજીવન મળી શકે. ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે જે જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમાં સાવરકુંડલાનું શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર અગ્ર છે., આ 100 ટકા નિ:શુલ્ક હોસ્પિટલ છે. સૌરાષ્ટ્રના નાના નગરમાં આ બહુ મોટું કામ થઇ રહ્યું છે. લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ નથી, પરંત એક યજ્ઞશાળા છે. અનેક લોકોની આહુતિથી અહી સેવાની ધુમ્રસેર ઉડી રહી છે. દર્દી દેવો ભવ: ની કહેવત અનુસાર અહી આવેલા દરેક દર્દીઓને ભગવાનના રુપે જોવામાં આવે છે. સારવાર, ઓપરેશન તો નિ:શુલ્ક છે જ આ ઉપરાંત દર્દી તેમજ તેમના સગાઓ માટે સારુ ભોજન પણ હોસ્પિટલમાંથી આપવામાં આવે છે.
મોરારીબાપુના અનુરાગ, અનુગ્રહ અને પ્રખ્યાત કેળવણીકાર રતિલાલ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સત્ય, પ્રેમ અને કરૂણાના મૂળમંત્રને આત્મસાત કરવાના હેતુ સાથે ગુજરાત સાવરકુંડલા ખાતે આવેલી શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મિેંદર 100 ટકા નિ:શુલ્ક હોસ્પિટલની સ્થાપના તારીખ 7 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં દર્દી પાસેથી એકપણ રૂપિયો લીધા વિના સમાજના આર્થિક રુપે નબળા અને જરુરીયાત મંદ લોકોને છેલ્લા એક દાયકાથી નિ:સ્વાર્થ ભાવે અસ્મિત તબીબી સેવા પુરી પાડવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં ડો. રત્નાકર વાણીયા, ડો. પ્રકાશ પટેલ, ડો. હેત્વી કાલઠીયા, ડો. વંદિતા સલાટ, ડો. હેમલ ચોટલીયા, ડો. નિકુંજ ગોંડલિયા, ડો. રાજેશ મહેતા, ડો. ધાર્મી રાઠોડ, ડો. મૌસમ બનજાર, ડો. દેવ્યાની વાળા, ડો. દર્શના સિયલ, ડો. સુમેર, ડો. સોનિયા ચેતવાણી, ડો. નિધિ સોન્દ્રવ, ડો. ભાવિકા બંભાણીયા, ડો. રીન્કલ વાળા પોતાની સેવા આપી રહ્યા છે. પોતાના સમય પૂર્ણ થયા ઉપરાંત પણ તેઓ દર્દીઓને સેવા કરવા માટે ઉ5સ્થિત રહે છે.
હોસ્5િટલની સ્થાપના પછીના દાયકામાં ર0 લાખથી વધુ દર્દીઓએ અહીંથી નિ:શુલ્ક સારવાર મેળવી છે. કેસ લખવાથી લઇને ડોકટરી તપાસ, ઓપરેશન દવાઓ અને ઇન્ડોર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને નિ:શુલ્ક ભોજન જેવી સેવાઓ અહીં ઉપલબ્ધ છે.
અહીં દાન તેમજ આર્થિક મદદ માટે વિવિધ યોજના રાખેલ છે.
જેમાં તિથિ દાન: ખાસ દિવસ (જેમ કે સંતાનના જન્મ દિવસ, માતા-પિતાના જન્મ દિવસ, લગ્નવાર્ષિકી, કે મૃત્ય વાર્ષિકી) માટે શ્રઘ્ધાંજલી સ્વરુપે રૂા. 1,51,000 નું દાન આપી શકાય છે. આ તિથિ હોસ્પિટલમાં ર0 વર્ષ સુધી દર વર્ષે ઉજવવામાં આવશે.
બેડ માટે અનુદાન: હોસ્પિટલમાં 108 બેડ છે. એક બેડ માટે રૂ. 2,51,000 નું દાન આપીને તમે તે બેડની પ્રાયોજિત કરી શકો છો. દાતાની પસંદગી અનુસારનું નામ બેડની પાસેના પ્લાક પર મૂકવામાં આવશે.
દૈનિક દવાઓનો ખર્ચ: એક દિવસના દવાઓના ખર્ચ માટે રૂ. 50,000 નું દાન આપીને તમામ દર્દીઓને દવાઓ પ્રદાન કરવામાં મદદ કરી શકાય છે.
દૈનિક ભોજન ખર્ચ: એક દિવસના ભોજન માટે રૂ. 25,000 નું દાન આપીને હોસ્પિટલમાં દર્દી અને તેમની સાથેના સંબંધીઓને ભોજન પ્રદાન કરી શકાય છે.
ડાયાલિસિસ ખર્ચ: ત્રણ દર્દીઓ માટે એક દિવસની ડાયાલિસિસ સારવાર માટે રૂ. 11,000 નું દાન આપી શકાય છે.
સીએસઆર: કોઇપણ સંસ્થા માસિક અથવા મૂડીદાન સ્વરુપે સીએસઆર ફંડ દ્વારા દાન કરી શકે છે. હોસ્5િટલના દર મહિનાનો ખર્ચ રૂ. 75 લાખથી વધુ હોય છે. જેથી નવી મશીનો, ઉપકરણો ખરીદવા અથવા નવા વિભાગો શરુ કરવામાં આ દાન મદદરુપ થશે. તમારું મનગમતું કોઇપણ દાન આપી શકો છો. જે હોસ્5િટલના દૈૈનિક ખર્ચમાં ઉપયોગી થશે. તમામ દાન 80-જી હેઠળ કર છુટ માટે પાત્ર છે. અને સાથે સત્તાવાર રસીદ અને પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે.
સરનામું ખાદી કાર્યાલય સોસાયટી, આરોગ્ય મંદિર, શ્રી લલ્લુભાઇ શેઠ, કેમ્પસ રેલવે સ્ટેશન રોડ, સાવરકુંડલા ગુજરાત પીનકોડ નં. 364515 ખાતે કાર્યરત છે.
સૌરાષ્ટ્રભરના દર્દીઓની સેવાનો ઉમદા આશય: ટ્રસ્ટી હરેશ મહેતા
શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના ટ્રસ્ટી હરેશભાઇ મહેતા જણાવે છે કે છેલ્લા 10 વર્ષમાં આજદિન સુધી અંદાજે ર0 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ થકી નિ:શુલ્ક તબીબી સારવારનો લાભ મળ્યો છે. દરરોજ લગભગ 1500 દર્દીઓ હોસ્5િટલ દ્વારા પુરી પાડવામાં આવતી નિ:શુલ્ક સેવાનો લાભ લે છે. જેમાંથી મોટાભાગના લોકો આર્થિક રુપે નબળા અને ગરીબ વર્ગમાંથી આવે છે.
હોસ્5િટલની વિશેષતાઓમાં જનરલ મેડિસિન, સર્જિકલ વિભાગ, બાળરોગ વિભાગ, ઓન્કોલોજી વિભાગ, ડાયાલિસિસ સેન્ટર, ઓર્થોપેડિક વિભાગ, આંખના રોગોનો વિભાગ, કાન-નાક-ગાળા વિભાગ, જનરલ ઓપીડી, રેડિયોલોજી, ફિઝિયોથેરાપી વિભાગ, ડેન્ટલ વિભાગ, ભોજનાલય, ઇમજન્સી વોર્ડ, એમ્બ્યુલન્સ સેવા, પેથોલોજી લેબ, હોમિયોપેથી, આયુર્વેદ નેચરોપેથી, ફાર્મસી, મોબાઇલ ડિસ્પેન્સરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ, અને ટેલિ ક્ધસલ્ટિગ વિભાગનો સમાવેશ થાય છે.
ના નિ:શુલ્ક હોસ્પિટલનો લાભ રાજકોટ તથા તેની આસપાસના વિસ્તારોના દર્દી નારાયણ દરિદ્રનારાયણને પણ મળે એવા ઉમદા આશય માહીતી આપવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દિવ્યાંકાતભાઇ સુચક, અમિતભાઇ મગીયા સહીતનાઓએ હોસ્પિટલની વિસ્તૃત માહીતી આપી પત્રકાર પરિષદનું સંચાલન મિતલ ખેતાણીએ વિગતો આપી હતી.