હિરાકોટ બંદરે આતંકીઓનું લેન્ડીંગ, જી.એચ.સી.એલ. કંપની પર હુમલો થાય તે પહેલા જ ઝડપી લેવાયાં: મોકડ્રીલ

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સરકારી બોટ જી.એમ.પી.-1202 પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે હિરાકોટ બંદરે આવેલી અજાણી બોટમાં આવેલા આતંકીઓ જી.એચ.સી.એલ. કંપની પર હુમલો કરવાની ફિરાકમાં છે.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.કરમટા તેમજ એ.એસ.આઇ.ઇલીયાસભાઇ મોહબતભાઇ તેમજ પો.હેડ કોન્સ મુકેશભાઇ શાંતિલાલ તેમજ બોટ માસ્તર દિનેશભાઇ ચાવડા તેમજ ઓઇલમેન મેરૂભાઇ સોલંકી વગેરેના સ્ટાફ માણસો સાથે દરિયાઇ વિસ્તારમાં બોટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગીર સોમનાથ એસ.ઓ.જી.શાખાના ગુપ્ત ઇનપુટ નંબર-3 ક્રમાંક એસ.ઓ.જી./સ્મો.કવાયત/ઇનપુટ-3/64/2023 તા.27/01/2023 મુજબ ઇનપુટ મળેલ હીરાકોટ બંદર પાસે લેન્ડીંગ પોઇન્ટ પર આતંકવાદીઓ ઉતરી જી.એસ.સી.એલ. કંપની ઉપર હુમલો કરવાની યોજના બનાવેલ હોય અને આતંકવાદીઓ દરીયાઇ માર્ગથી નાની હોડી તથા પીલાણુ કે અન્ય બોટનો ઉપયોગ કરી જી.એસ.સી.એલ. કંપની ઉપર હુમલો કરવાની યોજનાના ઇનપુટ મળેલ હતી

તે દરમ્યાન કલાક-12/45 વાગ્યે દરીયાઇ માર્ગમાં હીરાકોટ બંદર તરફ એક અજાણી બોટ જતી હોય જે બોટના રજી.નંબર જોતા જી.જે.-32-એમ.એમ.-331 તેમજ બોટ ઉપર (જય મેલડી માતા) લખાયેલ હોય જે બોટમાં કુલ સાત (7) શંકમદ ઇસમો હોય જે બોટનું ચેકીંગ કરતા તેઓની પાસે એક આર.ડી.એકસ. બોકસ-1 તથા પીસ્તોલ ગન-1 મળી આવેલ હોય અને પોતે હીરાકોટ લેન્ડીંગ પોઇન્ટ પરથી જી.એસ.સી.એલ. કંપની ઉપર હુમલો કરવાની યોજના હોય તેમ જણાવતા હોય જે સાતેય ઇસમોની પુછપરછ કરવામાં આવી હતી.

આ તમામ શંકમદ ઇસમો ગીર સોમનાથ સ્મોલર ડીસ્ટ્રીકટ લેવલ કોસ્ટલ મોક ડ્રીલ રેડ પાર્ટી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર, એ.બી.જાડેજા તથા એ.એસ.આઇ. કેતનભાઇ પી. જાદવ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ બી વંશ તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ બી રાઠોડ તથા ટંડેલ વિજયભાઇ કાનજીભાઇ સોમલ તથા ખલાસી રમેશભાઇ રામજીભાઇ ભેસલા તથા જીજ્ઞેશભાઇ નરસીભાઇ આજણી હોવાનુ માલુમ પડેલ જેઓનુ વેરીફીકેશન કરતા જણાઇ આવેલ હોય કે ઉપરોકત તમામ મોક ડ્રીલના રેડ ફોર્સના માણસો હોય જેઓને કલાક,13/15 વાગ્યે મુકત કરવામાં આવેલ છે.