Abtak Media Google News

મણિપુરમાં આજે અવિરત વરસાદને કારણે 50 થી વધુ પ્રાદેશિક સૈન્યના જવાનો સામાન્ય લોકો સાથે ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા

મણીપૂરમાં અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી સામાન્ય લોકોની સાથે પ્રાદેશિક સૈન્યના 50 થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના ટુપુલ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ઈજેઈ નદીનો પ્રવાહ પણ અવરોધિત થયો છે, જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં એક જળાશય બની જવા પામ્યુ છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોને ડૂબી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
Screenshot 8 4

મણિપુરના નોની જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ટુપુલ યાર્ડ રેલ્વે કન્સ્ટ્રક્શન કેમ્પમાં દુર્ભાગ્યપૂર્ણ ભૂસ્ખલનને કારણે 50 થી વધુ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. જ્યારે છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ઈજેઈ નદીના પ્રવાહને પણ કાટમાળ દ્વારા અવરોધિત થઈ ગયો છે, સંગ્રહની સ્થિતી ભંદ થઈ તો નોની જિલ્લાના મુખ્ય મથકોના નીચાણવાળા વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે

રેલવે લાઇનના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી
Pti06 21 2022 000297B

મળતી માહિતી અનુસાર, જીરીબામને ઇમ્ફાલ સાથે જોડવા માટે એક રેલ્વે લાઇન બનાવવામાં આવી રહી હતી, જેની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં બુધવારે રાત્રે જબરદસ્ત ભૂસ્ખલન થયું હતું. જેમાં અનેક યુવાનો દટાયા હતા. ગુરુવારે સવારે આર્મી, આસામ રાઈફલ્સ, મણિપુર પોલીસ દ્વારા મોટા પાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર ઉપલબ્ધ એન્જનીયરિંગના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેની નોધ અમિત શાહે પણ લીધી હતી અને મુખ્ય મંત્રી સાથે તેમજ કેન્દ્રિય રેલ મંત્રી સાથે વાતચીત કરી અને બચાવ કાર્યમાં જરુરી તમામ મદદનું આશ્વાશન આપ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.