Abtak Media Google News

મુંબઇ, કલકત્તા અને અમદાવાદ જેવા મહાનગરોમાં ચોક્કસ વિસ્તાર કે જયાં દેહ વિક્રયનો ખુલ્લે આમ વેપાર ચાલે છે. આવા જ કિસ્સા રંગીલા શહેર ગણાતા રાજકોટમાં પણ વધતા જઈ રહ્યા છે. જે સ્માર્ટ સિટી અને રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટની ઓળખ ધૂળમાં મેળવી રહ્યા છે. ફરી આવો બનાવ શહેરની સદરબજારમાં આવેલ ખાનગી હોટલ પાર્ક ઈનમાં બન્યો છે. અન્ય રાજ્યમાંથી સગીરાઓને વહેંચવા આવતા નરાધમો વેપલો કરે એ પહેલાં જ પોલીસએ ત્રાટકી આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા છે.

Img 20210616 Wa0240
રાજકોટની સદરબજારમાં સ્થિત આ હોટલ પાર્ ઈનમાં આજરોજ સ્થાનિક પોલીસે રેડ પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યના NGO દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રબળ શંકાને આધારે શહેર પોલીસે હોટલ પર રેડ પાડી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Img 20210616 Wa0242હોટેલમાં વેચાણ અર્થે સગીરાને લાવનાર બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 3 કલાકથી NGO અને સ્થાનિક પોલીસ સગીરાની પૂછપરછ કરી રહી છે. હોટેલ એન્ટ્રી રજીસ્ટર પણ તપાસ કરવામાં આવી રહ્યું છે. સગીરાને ક્યાંથી લાવવામાં આવી તેને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.

Img 20210616 Wa0243સગીરાઓનો વેપલો કરતા અમુક નરાધમો ફરાર થઈ ગયા છે. જો કે રાજકોટ મહિલા અભયમ ટીમ, સમાજ સુરક્ષા વિભાગ ટીમ, મહારાષ્ટ્ર NGO ટીમ, મહિલા પીઆઇ સેજલબેન અને સમગ્ર ટીમે સંયુક્ત કાર્યવાહી કરી સગીરાને બચાવી લેવાઈ છે. તેમજ 2 પુરુષ 1 મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે. તપાસ પુર્ણ થયા બાદ દેહ વ્યાપરનું મોટું કૌભાંડ ખુલે તેમ શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.