Abtak Media Google News

રસીમાં આત્મનિર્ભર અભિયાનની પહેલ રંગ લાવી: ભારત બાયોટેકની રસી કોવેક્સિનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ સફળ

નિષ્ક્રીય સાર્સ કોવ-૨ના આધારે વિકસાવાયેલી રસી કોવેક્સિનના એન્ટીજન કોષોમાં પ્રવેશતા વાયરસ બેકટેરિયાને તુરંત ઓળખી તેનો નાશ કરવા સક્રિય બની જાય છે

રોગપ્રતિકારક શક્તિને ઉતેજિત કરી કોરોના વાયરસને નાથવામાં દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિન સૌથી વધુ સલામત અને અસરકારક હોવાનો દાવો

દેર આયે, દુરૂસ્ત આયે… ભારતની પ્રથમ સ્વદેશી રસી ‘કોવેકિસન’ અન્ય રસીઓની ઉત્પાદકતા અને પરીક્ષણની સરખામણીમાં પાછળ છે. પરંતુ તેના પરિણામો સૌથી આગળ અને હકારાત્મક હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતાનો આડઅસરની શંકાના પ્રશ્ર્નોને લઈ રસીની ‘રસ્સા ખેંચ’ જામી છે. ‘ગધડાઓ’ ડ્રાઉ ડ્રાઉ કરે તેમ મલ્ટી નેશનલ કંપનીઓ રસીની રેસમાં ઉતરી છે. કોરોના વાયરસે જેમ વૈશ્ર્વિક મહામારી ઉભી કરી છે. તેમ તેની રસીએ વૈશ્ર્વિક હરિફાઈ ઉભી કરી છે. એક પછી એક રસીઓનાં પરીક્ષણ અને તેના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે ભારતે પણ આમાં આત્મનિર્ભરતાની પહેલ શરૂરી છે. જેના પરિણામ સ્વરૂપ ભારત કોરોનાની રસમાં વિશ્ર્વને નવી ભેટ ઘરે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ફાઈઝર સહિતની રસીના આડઅસરનાં પ્રશ્ર્નો ઉભા થયા છે. આ વચ્ચે ભારતમાં બનાવાયેલી રસ કોવેકિસનના પ્રથમ તબકકાના પરીક્ષણ સફળ રહ્યા છે. અને કોરોનાને નાથવા રોગપ્રતિકારક શકિત ઉતેજિત કરી સંક્રમણમાંથી મૂકત થવામાં કોવેકિસન સૌથી વધુ સક્ષમ અને અસરકારક હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પ્રથમ તબકકાના પરિણામ સફળ જાહેર થયા બાદ હવે, આગળના તબકકાના પરિણામ પણ હકારાત્મક નીવડશે?? રસીની આ રસ્સાખેંચમાં ભારત બાયોટેકની રસી કોવેકિસન બાજી મારશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, કોવેકિસન હૈદ્રાબાદ સ્થિતક ભારત બાયોટેક લેબ અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા સંયુકત પણે વિકસાવાયેલી રસી છે.

ઈનએકટીવેટેડ સાર્સ કોવ-૨ના આધારે વિકસાવેલી પ્રથમ રસી

રસી અલગ અલગ બેઝડ પર બનાવાતી હોય છે માં રોગનાં નિષ્ક્રીય વાયરસ, ડીએન અને આરએનએ બેઝડનો ખાસ સમાવેશ થાય છે.

ભારત બાયોટેકન આ કોવેકિસન રસી નિષ્ક્રીય વાયરસ થકી જ બનાવાઈ છે. એટલે કે તેમાં સાર્સ કોવ-૨ નામના ઈનએકિટવેટેડ વાયરસ ઉમેરાય છે. શરીરમાં અપાતા કોષમાં ઘુસે છે. અને TN-૧ બેઝડ રીસપોન્સ આપે છે. TN-૧ બેઝડ રીસ્પોન્સ એટલે કે TN-૧ નામના કોષોમાં એન્ટીજન હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણું કે વિષાણુને તુરંત ઓળખી તેનો નાશ કરવા ઝડપથી સક્રિય બન જાય છે. કોવેકિસન રસી અપાતા આ જ આંતરીક પ્રક્રિયા બનશે અને રહેલા કોરોના વાયરસને મ્હાત આપશે. આ પ્રક્રિયાની સાથે કોવેકિસન રસી રોગપ્રતિકારક શકિતને ઉતેજીત કરવામાં પણ મદદ કરે છે.

TN-૧બેઝડ રીસપોન્સ આપતી રસી

ભારત બાયોટેકની કોવેકિસન રસી TN-૧ બેઝડ રીસ્પોન્સ આપે છે. એટલે કે તે કોષોમાં પ્રવેશતાન સાથે કોષોની સપાટી પર રહેલા એન્ટીજન સ્પેસીફીક રીસેપ્ટરને ઉતેજીત કરે છે અને શરીરમાં પ્રવેશતા બેકટેરિયા -વાયરસની સામે લડવામાં મદદ કરે છે. વાયરસનો નાશ કરી દોડ પણ બીમારી સામે શરીરને રક્ષણ પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.