Abtak Media Google News

આયર્લેન્ડની એક ૮ વર્ષની બાળકીને અજીબ બિમારી છે કે તેનું શરીર સામાન્ય શરીરથી ૮ ગણુ વધુ ઝડપી વધે છે. જેના કારણે તેનું મૃત્યુ થઇ ગઇ. આ બાળકીનું નામ લુસી પાર્કે હતું. પાર્કે પરિવારની બાળકીને હચીનસન ગીલફોર્ડ પ્રોગરીયા સિન્ડ્રોમ નામની બિમારી સાથે જન્મી હતી. જો કે આ બિમારી જ લાખ વ્યક્તિઓમાંથી ૧ વ્યક્તિને જ થાય છે. શરીરમાં ઉમ્ર વધવાની પ્રક્રિયા ઝડપથી વિકસે છે અને ૮ ગણી સ્પીડી બને છે.

આ રેર બિમારીથી મૃત્યુ પામેલી લૂસીના માતા-પિતાએ બાદમાં સોશિયલ મિડિયાની મારફતે આ બિમારી વિશે જાહેર કર્યુ  હતું. ત્યારે તેમની માતાએ જણાવ્યું હતું કે તેનું સ્વાસ્થ્ય જરુર નબળુ હતું પરંતુ હદ્ય મજબૂત હતું પ્રોગરીયા સિન્ડ્રોમ નામની આ બિમારી ખાસ બાળકોને થાય છે. જેમાં તેમનો વિકાસ ઝડપથી થવા લાગે છે. અને આ બિમારીમાં તેમની ત્વચા ઢીલી પડી જાય છે. અને વાળ પણ ખરવા લાગે છે. જો કે મેડિકલ ક્ષેત્ર એટલી ઉંચાઇએ પહોંચી ચુક્યું  છે પરંતુ આ બિમારીનો કોઇ ઇલાજ નથી જો કે થોડા દિવસા માટે તેની ગતી ધીમી કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.