સ્વ. આશિષ દવે નેશનલ હોકી પ્લેયરના જન્મદિવસ નિમિતે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

રમવા આવેલી ટીમ માંથી દર ટીમમાં એક મેન ઓફ ધ મેચ ને ટ્રોફી સાથે સન્માનિત કરવામાં આવ્યા

ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી ને વધુ ને વધુ પ્રાધાન્ય મળે તે માટે હોકી ઈન્ડિયા દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. આ તકે નેશનલ પ્લેયર સ્વ. આશિષ દવના જન્મદિવસ નિમિત્તે એક દિવસીય હોકી ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર અને જુનિયર એમ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને દરેક ટીમમાંથી મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આ હોકી ટૂર્નામેન્ટમાં અનેકવિધ રાજકીય આગેવાનો પોલીસ વિભાગના જવાનો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રોકીને વધુ ને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે ખેલાડીઓનું જુસ્સો પણ વધાર્યો હતો.

દેશની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં જે લોકપ્રિયતા મળવી જોઈએ તે ન મળતા અનેકવિધ પ્રશ્નો ખેલાડીઓ સામે આવતા હોય છે પરંતુ રાજકોટ હોકીના સેક્રેટરી મહેશભાઈ દિવેચા દ્વારા સતત હોકીને પ્રાધાન્ય મળી રહે તે માટે અવિરાત કાર્ય કરી રહ્યા છે.

હોકી રાજકોટ દ્વારા એક દિવસ ટુર્નામેન્ટનું આયોજન ખુબ જ સરાહનીય : પુસ્કરભાઈ પટેલ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સ્વ. આશિષ દવે કે જે નેશનલ પ્લેયર છે તેમના જન્મદિવસ નિમિત્તે જે એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તે ખુબ જ સરાહનીય છે આ પ્રકારના આયોજન દરેક રમત માટે જો કરવામાં આવે તો લોકોની રમત પ્રત્યે ની ઉદાસીનતા છે તે દૂર થાય અને તેઓ પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હોકી રમવા આવેલા યુવા ખેલાડીઓને જ્યારે જોઈ રહ્યો છું ત્યારે એક અલગ જ સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ રમત હોય તેને પ્રમોશન કરવા માટે તેઓ સદેવ તત્પર રહેશે.

હાલ હોકી માટે

હોકી રાષ્ટ્રીય રમત છે જેથી તેને વધુ ને વધુ પ્રોમોટ કરવી જોઈએ : મહેશભાઈ દિવેચા

હોકી રાજકોટના સેક્રેટરી મહેશભાઈ દિવેચા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હોકી રાષ્ટ્રીય રમત છે અને તેને વધુ ને વધુ પ્રમોટ કરવી જોઈએ. જેને ધ્યાને લઇ એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વિજેતા ટીમ ની સાથે દરેક ટીમમાંથી સારું પ્રદર્શન કરનાર ખેલાડી ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે જેથી તેમનો ઉત્સાહ બમણો થઈ શકે અને હોકી પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજી તેને વધુ ને વધુ પ્રોત્સાહિત કરે. હાલ હોકી માટે જે જાગૃતતા હોવી જોઈએ તે પૂરતી ન હોવાના કારણે હોકીના ખેલાડીઓએ ઘણું વેઠવું પડે છે.

સ્વ. આશિષ દવે સાથે નેશનલ રમવાનો મોકો મળ્યો છે તે ખૂબ જ યાદગાર :  રવિભાઈ વાસદેવાણી 

અબતક સાથે વાતચીત કરતાં રવિભાઈ વાસદેવાણીએ જણાવ્યું હતું કે તેઓએ સ્વ. આશિષ દવે સાથે નેશનલ હોકી મેચ રમવાનો લાવવો  મળ્યો છે જે ખૂબ જ યાદગાર છે આગામી તેમના સ્વપ્નને કેમ સાકા કરી શકાય તે દિશામાં પણ તેઓ સતત પ્રયત્ન. એ ભાઈએ રમેલા મેચ ની યાદગાર વાતો અબતકને વર્ણવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આશિષભાઈ ની રમત તે સમયે થોડી નબળી પડતાં તેઓને જ્યારે બેંક પર બેસાડવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યારે ફરી તેમને મોકો મળ્યો તો તેઓએ એક ગોલ ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.