Abtak Media Google News

‘અબતક’ મીડિયાના મેનેજીંગ ડિરેકટર સતિષકુમાર મહેતા, હરેશભાઇ વોરા, ડો.ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત

અબતક, રાજકોટ

સ્વ. નાગદરદાસ મનજી શાહ વર્ધમાન સાર્વજનીક ટ્રસ્ટ જૈન ભોજનાલયના નવ નિર્માણને છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં મૃત્યુ પામનાર દિવગંતોને એક મીનીટ મૌન પાળી શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

નાગરદાસ મનજી શાહ વર્ધમાન સાર્વજનીક ટ્રસ્ટ 1985 શરુ કરેલી અને દાતા પરિવારથી આ સંસ્થા આજે ફુલુફાલી છે. આ સંસ્થા દ્વારા જરુરીયાત મંદોને રૂપિયા 1 માં જમાડવામાં આવે છે. આ સેવાયજ્ઞ સંસ્થામાં દાતા રમણીકલાલ શાહ, રમેશભાઇ શાહ, રવાણી પરિવાર, અનિલભાઇ તુલીયા, એ.વી. જસાણી, જગદીશભાઇ ભીમાણી, નરેન્દ્રભાઇ ભિમાણી, દિનેશભાઇ ભીમાણી તેમજ અશ્ર્વીનભાઇના સહયોગથી કાર્ય કરવામાં આવે છે. આ સન્માન કાર્યકમમાં ‘અબતક’ મિડિયાના મેનેજીગ તંત્રી સતીષભાઇ મહેત, હરેશભાઇ વોરા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ સહીતના મહાનુભાવો દાતાઓ ઉ5સ્થિત રહ્યા હતા.

હાલ 238 લોકોને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે: શશીકાંતભાઇ વોરા

Dsc 4089 Scaled

‘અબતક’ સાથેની વાતચીતમાં શશીકાંતભાઇ વોરાએ જણાવ્યું હતું કે, અમે સ્વ. નાગરદાસ મનજી શાહ વર્ધમાન સાર્વજનીક ટ્રસ્ટ ભોજનાલયના નવ નિર્માણને પાંચ વર્ષ પૂર્ણ થતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ વર્ષની ઉજવણી સ્વરૂપે દાતાઓનું સન્માન કરવામાં આવેલ. 75 વર્ષ પૂર્ણ થયા ત્યારે મે 1,11,000 જુદી જુદી ત્રણ સંસ્થામાં જાહેર કરેલ હતા. દાતાઓ સાથે મુલાકાત કરતા આનંદ થયો. તેઓ કરેલ દાનનો ઉપયોગ કયાં થયો તેઓ જાણી શકે, તે માટે કાર્યક્રમ યોજવામાં આવેલ. અમે રોજ ર0 થી રર જૈનેતરને પણ જમાડીએ છીએ. અમને જમાડવાનો આનંદ છે. ટોટલ 238 ને જમાડીએ છીએ કોરોના કાળમાં 300 થી 400 લોકોને જમાડતાં

1984થી જૈન ભવન સંસ્થા કાર્યરત અશ્ર્વિનભાઇ કુંભાણી (પ્રમુખ)

Dsc 4091 Scaled

‘અબતક’ સાથેની વાતચીતમાં જૈન ભવન સંસ્થાના પ્રમુખ અશ્ર્વિનભાઇ કુંભાણીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં કોઇ સાથે મુલાકાત થઇ ન હતી. દાતાઓનું ખુબ જ યોગદાન મળેલું બધા સાથે મળીને અને દાતાઓની સન્માનીત કર્યા હતા. અને અમારી સંસ્થા વિશે માહીતી આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવેલ અમારા સંસ્થાની શરૂઆત 1984 થી થઇ ફકત 80 રૂપિયામાં બે ટંક અમે જૈનોને જમાડીએ છીએ. સમયાંતરે ફેરફાર થયા હાલ ટીફીન સેવા શરુ કરેલ. વૃઘ્ધોને ઘરે ટીફીન આપીએ છીએ અત્યારે ર30 જેટલા ટીફીનો થકી લોકોને જમાડીએ છીએ. શશીભાઇ વોરા સતત ભવન ખાતે હાજર રહી સંસ્થા માટે કાર્યો કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.