Abtak Media Google News

જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામે સ્વ. સુશીલાબેન અને સ્વ. રજનીકાન્ત અંબાણી પ્રાથમીક શાળાનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ દાતા પરિવારના સદસ્ય સિઘ્ધાર્થભાઇ, સતીષભાઇ તથા શોભનાબેન અંબાણીના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. આ સમારંભના મુખ્ય મહેમાનોમાં બી.જી. કાનાણી પ્રિન્સીપાલ ઉમીયાજી બી.એડ. કોલજે ધ્રોળ, મનસુખભાઇ એલ મણવર નિવૃત નિયામક રમત ગમત વિભાગ, ગાંધીનગર, અતિથિ વિશેષ કીરીટ વસા ફાઉન્ડર ટ્રસ્ટી, પ્રોજેકટ લાઇફ ચન્દકાન્ભાઇ કે. ભેંસદડીયા પ્રોફેસર બીબીઆઇપી કોલેજ નડીયાદ તેમજ જ વિશાળ સંખ્યામાં ગ્રામજનો શાળાના બાળકો અને આમંત્રિતો ઉ૫સ્થિત રહયા હતા. શાળાની ક્ધયાઓ દ્વારા સુતરની આંટીઓ પહેરાવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રોજેકટ લાઇફ ના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાન્તભાઇ કોટીચાએ શાળા નવનિર્માણની ઝલક આપતા જણાવ્યું હતું કે અમારા એક નાનકડા સદવિચારને દાતાશ્રીઓ સહયોગીઓ, સરકાર તરફથી બહોળી પ્રતિસાદ મળ્યો જેને પરિણામે આજે ૮૬મી શાળાની શિલાન્યાસવિધી કરી રહ્યા છીએ. અને ખુબ જ ઝડપથી ૧૦૮ સરકારી પ્રાથમીક શાળા નવનિમાર્ણનો સંકલ્પ સાકાર થશે.

દાતા પરિવાર ના સદસ્ય સિઘ્ધાર્થભાઇએ તથા કીરીટભાઇ વસાએ દીકરીઓના ભણતર પર વિશેષ ભાર મુકયો હતો.

સમારંભના મુખ્ય મહેમાનોમાં બી.જી. કાનાણી, મનસુખભાઇ એલ. મણવર તથા દિનેશભાઇ ભેંસદડીયાએ સરકારી પ્રાથમીક શાળાઓ પ્રત્યે વિશેષ ઘ્યાન આપવા પર ભાર મુકયો હતો.

અતિથિવિશેષ  ચન્દકાન્તભાઇ ભેંસદડીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ જયારે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આપણે પણ આગળ આવવું પડશે.

પ્રોજેકટ લાઇફ અંતરિયાળ ગામોમાં શાળા નવનિર્માણના ઉમદા કાર્યમાં પ્રવત છે તે પ્રસશ્નીય અને બિરદાવવા લાયક છે.

આ પ્રસંગે પ્રોજેટક લાઇફના ચીફ વિકાસ ઓફીસર ઋષિકેશ પંડયાએ પરિચય દાતા પરિચય અને સંદેશાવાચન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.