Abtak Media Google News

રાહુલ દક્ષિણમાંથી લડી પોતાના પગ પર કુહાડો મારશે?

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેની પરંપરાગત ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની લઘુમતી બહુમતીવાળી વાયનાડ બેઠક પર પણ લડાવવાનો નિર્ણય કર્યો છે. અમેઠી સાથે વાયનાડ બેઠક પર રાહુલને લડાવવા પાછળ કોંગ્રેસનો વ્યુહ દક્ષિણના રાજયોમાં પાર્ટીને ફરીથી મજબુત બનાવવા ઉપરાંત, રાહુલ બંને બેઠકો પર વિજેતા બને તો અમેઠીની બેઠક ખાલી કરીને તેના પર પ્રિયંકા ગાંધીને લડાવવાનો છે. પરંતુ કોંગ્રેસના આ નિર્ણયે સીપીએમ નારાજ હોય દક્ષિણમાં વિપક્ષી મહાગઠ્ઠબંધન તુટે તેવી સંભાવનાઓ ઉભી થવા પામી છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે સાતે કેરલના વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં વાયનાડ મારફત કોંગ્રેસ ડાબેરીઓના ગઢમાં પગપેસારાની રણનીતિનો અમલ કરવાનું કર્યું હોય તેવું મનાય છે. કોંગ્રેસ જાહેર કર્યું છે કે દક્ષિણ ભારત સાથે કોંગ્રેસના લાગણીના નાતાને લઈને રાહુલ ગાંધી વાયનાડમાંથી ચૂંટણી લડવા તૈયાર થયા છે. કોંગ્રેસના પ્રવકતાએ ભાજપ સરકાર સામે દક્ષિણ ભારતને વિકાસથી વંચિત રાખી દીદા હોવાનો આક્ષેપ કર્યો છે.

નાયનાડ મત વિસ્તાર મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વોર્ડ બેંક માતબર ગણવામાં આવે છે. કોંગ્રેસ ભાજપના એ દાવાને ખારીજ કર્યો છે જેમાં જણાવ્યું છે કે રાહુલ અમેઠીનાવિકલ્પ શોધી રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા અને નેતા એન્ટોનીએ જણાવ્યું હતુ કે તામિલનાડુ અને કર્ણાટકના કોંગ્રેસના કાર્યકરોની લાગણીને ધ્યાને લઈ રાહૂલ ગાંધી વાયનાડમાંથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ આ નિર્ણયથી અકે કાંકરે બે પક્ષી મારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્ય હરિફ ભાજપ સીપીએમને પણ આ નિર્ણયની અસર થશે. સીપીએમના વરિષ્ઠ નેતા પ્રકાશ કારતે જણાવ્યું હતુ કે સીપીએમ અને ડાબેરીઓને કોંગ્રેસના યુવરાજ સામે લડવાની તક મળશે.કોંગ્રેસ માને છે કે રાહુલના નામાંકનથી લોકસભા બેઠક પર કે જયાં ભાજપની સતાથી દૂર છે.

રાહુલના વાયનાડથી ઉમેદવારીથી કોંગ્રેસને દક્ષિણ ભારત સાથે પોતાના પ્રભાવ વધારવા માટે ખુદે યુવરાજનેજ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વાયનાડની પસંદગી કરવા અંગે જો રાજકીય સમીક્ષા કરવામાં આવે તો વાયનાડ કેરળનો મત વિસ્તાર છે જ તામિલનાડુઓને કર્ણાટક સાથે પણ સંકળાયેલૂં.

રાહુલ ગાંધી અમેઠીને કર્મભૂમિ ગણાવીને તેને કયારેય ન છોડવાની જાહેરાત કરી છે. વાયનાડને વધારાની બેઠક તરીકે પસંદ કરવામાં આવી છે. આ નિર્ણય અંગે એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને અમેઠી ઉપરાંત બાયન્ડમાંથી લડવાની પક્ષમાં મોવડી દ્વારા દૂર જ પાડવામાં આવી છે.

રાહુલ ગાંધી સૌ પ્રથમવાર એક સાથે બે બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને સહયોગીઓએ રાહુલના આ નિર્ણયને દક્ષિણ ભારતના રાજયોની કોંગ્રેસ પ્રત્યેની લાગણીને સન્માન આપવા અને દક્ષિણના રાજયોની રાજનીતિમાં રાહૂલના પ્રભાવ વધારવા માયે લોક લાગણીને ન્યાય આપવા રાહુલને બે જગ્યાથી લડાવવામાં આવતા હોવાનું જણાવ્યું છે. ત્યારે ભાજપે એવા આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીને અમેઠી પ્રત્યે ભય પ્રસરી ગયો છે. તેથી પરાજીત થઈને કારકીર્દી પૂરી ન થઈ જાય અને એટલે જ અમેઠીની સાથે સાથે વાયનાડછી લડવાનું નકકી કર્યું છે.

રાહુલગાંધી અમેઠી ઉપરાંત કેરળના વાયનાડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એકથી વદુ બેઠક પરથી ચૂંટણી લડવાના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રથમ પ્રયોગના અમલ માટે જયારે અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતાઓએ કેરલ કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી માટે સલામત બેઠક શોધવાનં કામ સોપ્યુ ત્યારે કેરલની ઉતરમાં આવેલી વાયનાડની પસંદગી કરવામાં આવી આ બેઠક કર્ણાટક અને તામિલનાડુ સાથે જોડાયેલી છે.

૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા એમઆઈસનિવાસ વાયનાડમાંથી ૧.૫૩ લાખ મતોની જંગી સરસાઈથી જીત્યા હતા ૨૧૧૪ની ચૂંટણીમાં ઘટેલી લીડ સાથે ૨૦ હજારની લીડથી જીત્યા હતા આ બેઠક ભાજપે બીડીજીએસને બેઠક ફાળવી છે. બાયનાડ મબલપુરમાં અને યોજીકોડ વિધાનસભા બેઠકો વાળી વાયનાડ સંસદીય મત ક્ષેત્રમાં મુસ્લીમ મતદારો બહુમતીમાં છે.

મલ્લપૂરમાં હિન્દુઓ ૪.૨૦% વસે છે. કિશ્ર્ચીયન અને મુસ્લીમોનો ૨૧.૫% અને ૨૮.૮% નો વસવાટ ધરાવે છે. મબલપૂરમાં મુસ્લીમો ૭૦.૪% અને હિન્દુ ૨૭.૫% અને કિશ્ર્ચન ૨% આખા મત વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી ૫૬% છે. અને ૧૩૨૫૭૮૮ કુલ મતદારો છે. આ બેઠક રાહુલ ગાંધી માટે જીતવી આસાન માનવામાં આવી રહી છે.

નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રથમ ત્રણ વર્ષ ટેકસ માફીનું રાહુલનું વચન

લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાય ચુકયું છે. ચારે કોર રાજકીય વચનોની વાવાઝોડાની મોસમમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના પટારામાંથી એક પછી એક ચૂંટણી વચનોની ભરમાર ચાલી છે. ખેડુતોને દેવામાફી દેશના ૨૦% ગરીબોને માસીક ૧૨ હજારનું આવકનું વચન આપ્યા બાદ રાહુલ ગાંધીએ કર્ણાટકને ભારતના સ્ટાર્ટઅપ હબ બનાવવાની સાથે પક્ષના ઢંઢેરામાં ઉદ્યોગોને કર રાહતો, સરળતાથી ધિરાણ આપવાની જાહેરાત કરી હતી. ઉદ્યોગ રોજગારીની કેટલી તકો ઉભી કરી શકશે તેના આધારે તેને સરકારી રાહતો અપાશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જણાવ્યું હતુ કે જો યુપીએ સરકાર સત્તામાં આવશે તો કોઈપણ નવો વ્યવસાય કોઈપણ મંજુરી વગર શ‚ કરવાનીછૂટ અને ત્રણ વર્ષ સુધી એકપણ રૂપીયાનો ટેક્ષ ભરવામાંથી મૂકિત આપવામાં આવશે. સરકાર રોજગારી ઉભા કરનારા ઉદ્યોગ પ્રોત્સાહન આપશે. કર્ણાટકમાં એપ્રીલ ૧૮ અને ૨૩એ થનારા મતદાન પૂર્વે જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે જો યુપીએ સરકારી સત્તામાં આવશે તો રોજગાર ઉભી કરતા નવા ઉદ્યોગો માટે ક્રાંતીકારી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે યુપીએ સરકાર આવશે તો નવા ઉદ્યોગો કેટલી રોજગારી ઉભી કરશે તેના આધારે ઈન્યેટયુવ ટેક્ષક્રેડીટ, અને સરળતાથી ધિરાણની વ્યવસ્થા કરવામાં આવશે. નવા ઉદ્યોગ ધંધાઓને ત્રણ વર્ષ સુધી સંપૂર્ણ પણે કર મૂકિત આપવામાં આવશે.

રોકાણકારો અને નવા ઉદ્યોગની સ્થાપના કરનારાઓને આયકર વિભાગની જોગવાઈ મુજબ ખાસ રાહતો આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રમોદી એ નોટબંધી દરમ્યાન નાગરીકોને પોતાના જ રૂપીયા મેળવવા માટે લાઈનમાં ઉભા કર્યા હોય તેની સામે કોંગ્રેસ સરકાર ન્યાય યોજના અંતર્ગત ૨૫ કરોડ લોકોને વાર્ષિક ૭૨ હજારની સેફડ સહાય કરશે. અમે મોદી સરકારના ગબ્બરસિંહ ટેક્ષની જગયાએ મીનીમમ ટેક્ષ, વેપારીઓને, ઔદ્યોગોને જીએસટીની લૂંટથી બચાવશે તેમ જણાવીને રાહુલે ઉમેર્યું હતુ કે ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારીથી કટોકટીમાં મૂકાય ગયું છે. સરકારના મેકઈન ઈન્ડીયા સ્ટાર્ટઅપ ઈન્ડીયા અને સ્ટેન્ડ અપ ઈન્ડીયાથી દેશને કંઈ ફાયદો થયો નથી. કોંગ્રેસ આવશે તો પાંચ વર્ષ સુધી કરમૂકિતનો લાભ આપવામાં આવશે.

દેશમાં ખાલી પડેલી ૨૨ લાખ સરકારી નોકરીઓ તુરંત ભરવાનો રાહુલનો વાયદો

રાહુલ ગાંધીએ ગઈકાલે કર્ણાટકમાં ચૂંટણી સભા સંબોધતા જાહેરાત કરી હતી કે જો યુપીએ સત્તા પર આવશે તો આવતા વર્ષના ૩૧ માર્ચ પહેલા દેશામં ૨૨ લાખ સરકારી ખાલી જગ્યાઓ ભરીને ૨૨ લાખ બેરોજગારોને રોજગારી આપશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તો બેરોજગારીની સમસ્યા અગ્રતાથી ઉકેલેશું. વડાપ્રધાન મોદી સરકાર સામે બેરોજગારી અને બેરોજગારી વિસફોટ અને નવા રોજગાર સર્જનમાં નિષ્ફળ પૂરવાર થયાનો રાહુલે આક્ષેપ કર્યો હતો. અત્યારે દેશમાં ૨૨ લાખ સરકારી નોકરીની જગ્યાઓ ખાલી છે.

જો કોંગ્રેસ આવશે તો ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં તમામ જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજય સરકારોને આરોગ્યજાળવણી, શિક્ષણની ગ્રાંટ, આ જગ્યાઓ જલ્દીથી ભરવાની શરતે જ આપશે એક વર્ષમાં દેશની તમામ સરકારી નોકરીની જગ્યા ભરવા તમામ રાજય સરકારોને તાકીદ કરવામાં આવશે. રાહુલે વધુમાં જણાવ્યું હતુ કે દેશમાં અત્યારે બેરોજગારીનો યજ્ઞપ્રશ્ન પ્રજાને અકળાવી રહ્યો છે. ભણેલ ગણેલ યુવાનોને કામ મળતુ નથી અને આત્મ વિશ્વાસ ગુમાવેલી સ્થિતિમાં બેકારીમાં સબડવા પડે છે. તેમ જણાવીને રાહુલે અંતમાં ઉમેર્યું હતુ કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો રોજગારીના પ્રશ્ન માટે ખાસ પ્રતિબધ્ધતાવાળુ શાસન આપશે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં દેશમાં ખાલી રહેલી તમામ સરકારી જગ્યાઓ ભરવા માટેનું વચન પણ રાહુલે આપ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.