Abtak Media Google News

જીવનનું રહસ્ય ક્યાં મળે ?

વસ્તુમાં,બજારમાં,સંસારમાં

જ્યાં હાસ્ય હોય ત્યાં મળે

એક એવી વસ્તુ જીવનની

જે વ્યક્તિને જીવતા તેમજ,

જીવાડતા શીખવી જાય

હાસ્ય એટલે શું ?

જ્યારે સમય સરળતાથી વિતી જાય

જ્યારે પારકા પોતાના લાગવા માંડે

જ્યારે મુખ પર ફક્ત મલકાટ હોય

જ્યારે શબ્દના હોય છતાં બોલી શકાય

જ્યારે દિલથી લાગે સીધો સંબંધ

જ્યારે અઘરી વાત પણ સેહલી લાગે

જ્યારે  વાત યાદ આવ્યા,

કરે કોઈ યાદી વગર

તે જીવનમાં કઈ ના હોવા છતાં

પણ બધુજ હોય પાસે છે

તેવી અનુભૂતિ કરાવે છે.

હાસ્યએ  જીવનમાં દરેક

ક્ષણમાં થી કઈક  અપાવે છે

વિચારોને વાસ્તવિક્તા સાથે જોડતા

એકલા બેઠા માણસને બબડતા જોતાં

અવનવી વસ્તુની  અચાનક જાણ થતાં

ભૂલી ગયેલ મિત્ર પાછો સામે  મલતાં

ઓફલાઇનથી ઓનલાઇન એકાએક થતાં

જૂની સંગત પાછી વર્ષો પછી માલતાં

નાનપણના ચિત્રો ફરી ખોલી જોતાં

જૂની વાતો  એકાએક યાદ આવતા

અણસમજુને સમજુ બની જતાં

જીવનમાં રાખવું હાસ્યને કારણ,

હાસ્યથી છે જીવનમાં ખુશી

હાસ્યથી છે જીવનમાં લાગણી

હાસ્યથી છે જીવનમાં સંબંધો

હાસ્યથી છે જીવનમાં યાદો

હાસ્યથી છે જીવનમાં પ્રેમ

હાસ્યથી છે જીવનમાં હકીકત

હાસ્યથી છે જીવનમાં વ્યક્તિત્વ

હાસ્યથી છે જીવનમાં પરીવર્તન.

7537D2F3 6

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.