વડાપ્રધાનના હસ્તે 5G સેવાઓનો પ્રારંભ: દેશનો ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ

4Gની સાપેક્ષે 10 ગણી વધુ સ્પીડ મળશે: અબજો કનેક્ટેડ ઉપકરણો પર રીઅલ-ટાઈમ ડેટા શેરિંગ હવે શક્ય બનશે

આજથી દેશ ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે 5જી ટેકનોલોજીનો પ્રારંભ થતા ઈન્ટરનેટની દુનિયાનો નવો અધ્યાય શરૂ થઈ ગયો છે.  આ લોન્ચ ઈન્ડિયન મોબાઈલ કોન્ફરન્સ (આઈએમસી)ની છઠ્ઠી એડિશનમાં થયું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ વખતે આઈએમસી 2022 નું આયોજન આજથી 4 ઓક્ટોબર સુધી કરવામાં આવશે અને તેની થીમ “ન્યુ ડિજિટલ યુનિવર્સ” હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઑક્ટોબર, 2022 એટલે કે આજ રોજ ભારતમાં 5જી સેવાઓ શરૂ કરી છે અને 1-4 ઑક્ટોબર, 2022 દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કર્યું છે. નોંધપાત્ર રીતે 5જી નેટવર્ક્સ 4જી કરતાં અનેકગણી વધુ ઝડપે કામ કરે છે અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને અબજો કનેક્ટેડ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવા સક્ષમ કરે છે. પ્રથમ તબક્કામાં જે શહેરોમાં આ સેવા શરૂ થશે તેમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેનો સમાવેશ થાય છે.ભારત આવનારા સમયમાં વધુ સારી ડેટા સ્પીડ અને વિક્ષેપ-મુક્ત વીડિયો માટે તૈયાર થઈ રહ્યું છે કારણ કે ટેલીકોમ કંપનીઓ શક્ય તેટલી વહેલી તકે 5જી સેવા શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવાઓના આગમન પછી લોકોને સ્માર્ટ એમ્બ્યુલન્સથી લઈને ક્લાઉડ ગેમિંગ સુધી બધું જ મળશે. ગ્રાહકો પણ તેમની ખરીદી દરમિયાન સંપૂર્ણપણે નવા અનુભવો મેળવી શકે છે.પાંચમી પેઢી એટલે કે 5જી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ સેક્ધડની બાબતમાં મોબાઈલ અને અન્ય ઉપકરણો પર ઉચ્ચ ગુણવત્તાવાળા લાંબા-ગાળાના વીડિયો અથવા મૂવી ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. તે એક ચોરસ કિલોમીટરમાં લગભગ એક લાખ કોમ્યુનિકેશન ડિવાઈસને સપોર્ટ કરશે. સેવા સુપરફાસ્ટ સ્પીડ (4જી કરતાં લગભગ 10 ગણી ઝડપી), કનેક્ટિવિટી વિલંબમાં ઘટાડો અને અબજો કનેક્ટેડ ઉપકરણો પર રીઅલ-ટાઈમ ડેટા શેરિંગને સક્ષમ કરે છે. તે 3ડી હોલોગ્રામ કોલિંગ, મેટાવર્સ અનુભવ અને શૈક્ષણિક એપ્લિકેશનને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.

આઈએમસી ઇવેન્ટ શું છે ?

આ કોન્ફરન્સ વિવિધ પ્રેઝન્ટેશન્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ઝડપથી અપનાવવા તેના પ્રસારથી ઉદ્ભવતી અનન્ય તકો અગ્રણી વિચારકો, ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને સરકારી અધિકારીઓને સાથે લાવવા પર ચર્ચાઓ માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

5G સાથે ભારત કેવી રીતે બદલાશે ?

ભારત પર 5જીની કુલ આર્થિક અસર 2035 સુધીમાં 450 યુએસ બિલિયન ડોલર સુધી રહેવાનો અંદાજ છે. 4જી ની તુલનામાં 5જી નેટવર્ક અનેક ગણી ઝડપી ગતિ આપે છે અને અડચણ વિના કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તે અબજો કનેક્ટેડ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવા માટે પણ સક્ષમ કરે છે.

નવી આર્થિક તકો અને સામાજિક લાભ મળશે

કેન્દ્ર સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 5જી નવી આર્થિક તકો અને સામાજિક લાભો લાવી શકે છે, જેના કારણે તે ભારતીય સમાજ માટે પરિવર્તનશીલ બળ બનવાની ક્ષમતા ધરાવે છે. તે દેશના વિકાસ માટેના પરંપરાગત અવરોધોને દૂર કરવામાં સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ દ્વારા નવીનતાઓ ચલાવવા તેમજ ડિજિટલ ઈન્ડિયાના વિઝનને આગળ વધારવામાં મદદ કરશે.

ટેલિકોમ સ્પેક્ટ્રમની ઐતિહાસિક બીડ રૂ.1.5 લાખ કરોડને આંબી ગઈ !!

દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બિડ મળી હતી. આમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જીઓએ 87,946 કરોડ રૂપિયાની બિડ સાથે વેચાયેલા તમામ સ્પેક્ટ્રમમાંથી લગભગ અડધો ભાગ હસ્તગત કરી લીધો છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના જૂથે 400 એમએચઝેડ માટે 211.86 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જો કે, તેનો ઉપયોગ જાહેર ટેલિફોન સેવાઓ માટે થતો નથી. જ્યારે ટેલિકોમ દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે રૂ. 43,039 કરોડની સફળ બિડ કરી હતી, જ્યારે વોડાફોન-આઇડિયાએ રૂ. 18,786 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું.

5G લોકોનું જીવન બદલી નાખશે !!

ભારતના લોકોને આવનારા સમયમાં વધુ સારી ડેટા સ્પીડ મળશે. આ સેવાઓના આગમન પછી લોકોને સ્માર્ટ એમ્બ્યુલન્સથી લઈને ક્લાઉડ ગેમિંગ સુધી બધું જ મળશે. ગ્રાહકો પણ તેમની ખરીદી દરમિયાન સંપૂર્ણપણે નવા અનુભવો મેળવી શકે છે.