આર્ટહટ ગેલેરી ખાતે આર્ટીસ્ટ હેમ ચૌહાણના કેનવાસ પેઇન્ટીંગ પ્રદર્શનનો શુભારંભ

પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા

છેલ્લા દોઢ દાયકાથી વિવિધ મહાનુભાવોનાઁ પેઇન્ટીંગ નિર્માણ કરનાર જાણીતા આર્ટીસ્ટ હેમ ચૌહાણનું સોલો આર્ટ  વર્કનું ચિત્ર પ્રદર્શનનો આજથી આર્ટ હટ ગેલેરી ગોંડલ રોડ ખાતે પ્રારંભ કરવામા: આવ્યો હતો. કેનવાસ પેઇન્ટીંગ પ્રદર્શન શુભારંભ પ્રસંગે પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ, લલીત કલા એકેડમી નવી દિલ્હીના નિરૂપમાબેન ટાંક, જીલ્લા કલા સંઘના પ્રમુખ રજની ત્રિવેદી અને જાણીતા આર્ટીસ્ટ  લલીત રાઠોડ અને ધર્મેન્દ્ર ઠાકર ઉ5સ્થિત રહ્યા હતા.

આ કેનવાસ પેઇન્ટીંગ પ્રદર્શન તા. ર7મી સુધી સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી કલા રસિકો માટે ખુલ્લુ રહેશે. પ્રદર્શનમાં 40 થી વધુ વિષયના કેનવાસ પેઇન્ટીંગ જોવા મળે છે. આર્ટીસ્ટ હેમ ચૌહાણે અત્યાર સુધીમાં 400 થી વધુ પેઇન્ટીંગ નિર્માણ કર્યા છે.

સોલો આર્ટના કેનવાસ પેઇન્ટીંગના વિવિધ સુંદર ચિત્રો નિહાળીને મહાનુભાવો પ્રભાવિત થયા હતા કલાકરિસોની વિશાળ ઉ5સ્થિતમાં આ પ્રદર્શનનો શુભારંભ દિપ પ્રાગટય કરીને કરાયો હતો. મહેમાનોનું મોમેન્ટોથી અભિવાદન કરાયું હતું. આર્ટીસ્ટ હેમ ચૌહાણને વિવિધ એવોર્ડ પણ મળ્યા છે. ચિત્રકલા ક્ષેત્રે રસ ધરાવતા રસિકોએ આ પ્રદર્શન નિહાળવા જેવું છે. વિનામૂલ્યે પ્રવેશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આર્ટીસ્ટ હેમ ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહંત સ્વામી, મોરારીબાપુ, માયાભાઇ આહિર, ગીતાબેન રબારી, ધીરૂભાઇ સરવૈયા, અભિનેતા આયુષમાન ખુરાના, ક્રિેકેટર રોહિત શર્મા જેવા મહાનુભાવોના સ્કેચ બનાવીને તેમને અર્પણ કર્યા હતા.રાજકોટ એક કલાનગરી છે આર્ટીસ્ટ હેમ ચૌહાણે કલા ક્ષેત્રે રાજકોટનું નામ સમગ્ર રાજય અને દેશમાં રોશન કરેલ છે.