Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મલ તટ દિવસના અવસરે શરૂ કરાયેલા અભિયાનમાં જોડાવા દીવ પ્રશાસનની અપીલ

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મલ તટ દિવસ અવસરે સંપૂર્ણ વિશ્ર્વ સાથે ભારતમાં પણ નદી, તળાવ અને સમુદ્રના કિનારાઓ પર સફાઈ અભિયાન ચલાવીને સ્વચ્છતાના નારાને બુલંદ કરવાના હેતુથી ‘આઈ એમ સેવિંગ માય બીચ’ અભિયાનનો આજે શુભારંભ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી પ્રકાશ જાવડેકરે વેબીનારનાં માધ્યમથી સંદેશ આપ્યો હતો ત્યારબાદ સચિવ આર.પી.ગુપ્તાએ ભારતને પોતાના ઈકો લેબલને ‘આઈ એમ સેવિંગ માય બીચ’ અભિયાન સાથે લોચ કર્યું છે. સંબંધિત મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક વેબીનારનું આયોજન કરાયું હતુ, જેમાં ભારતનાં પાયલટ પ્રોજેકટ બ્લૂ ફલેગ બીચ સર્ટિફીકેશનના દરેક નોડલ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા અને બીમ્સ આધારિત ડોકયુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનની સાથે કેટલોગ અને ઈ-બુકલેટ લોંચ કરવામાં આવી.

આ સંદર્ભે આજે ઘોઘલાબીચ પર પ્રશાસન દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. જયાં પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત વેબીનારમાં સલોની રાય પર્યટન ઉપનિદશક અને દીવ નગરપાલીકા પરિષદના પ્રમુખ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સલોનીરાયે ‘આઈ એમ સેવિંગ માય બીચ’ અંતર્ગત ધ્વજારોહણ કયુર્ંં અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના બીચોનાં માપદંડને ધ્યાનમાં રાખીને આ બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને આગળ પણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રીય સ્તર પર ૧૦ સમુદ્રી કિનારાઓના બ્લૂ ફલેગ સર્ટિફિકેશનનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે. જેમાં ભારતનાં ૮ સમુદ્ર કિનારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પૈકીનું એક દીવનું ઘોઘલા બીચ પણ સામેલ છે.

આ અવસર પર ક્ધટ્રીનિર્દેશક, વિશ્ર્વબેંકે ભારત સરકાર દ્વારા ક્ષેત્રપ્રબંધન અને સમુદ્રી કિનારાઓનાં સતત વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી અને કહ્યું કે સમુદ્ર તટ માત્ર મનોરંજનનું જ સ્થળ નથી બલકે તેના વિકાસથી લોકોની આવક પણ વધે છે અને તેના જીવન સ્તરમાં સુધાર આવે છે.

પ્રશાસન પ્રફૂલ પટેના દિશાનિર્દેશ અને સલોનીરાયના માર્ગદર્શન હેઠળ દીવના દરેક સમુદ્રી કિનારાઓ અને પર્યટક સ્થળો પર સફાઈ અભિયાન ચલાવાયું હતુ જેના પરિણામે આજે દિવના સમુદ્ર કિનારાઓ સ્વચ્છ અને નિર્મળ છે.

આ અભિયાનને સફળ બનાવવા માટે દીવ જિલ્લા પ્રશાસને દરેકને અપીલ કરી છેકે તેઓ ‘આઈ એમ સેવિંગ માય બીચ’ અભિયાન સાથે જોડાઈને પોતાનો ફાળો આપે અને દીવને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો સહયોગ આપે જેથી દીવ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉતમ પર્યટક સ્થળના રૂપમાં પોતાનું અલગ સ્થાન મેળવી શકે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.