સેલવાસમાં લોક જનશકિત પાર્ટીના કાર્યાલયનો શુભારંભ

લોક જનશકિત પાર્ટીના અઘ્યક્ષ રાજન સોલંકીના જન્મદિનનાં અવસરે જ કાર્યાલય ખુલ્લું મુકાયું

સેલવાસમાં દાદરાનગર હવેલી લોક જનશકિત પાર્ટીના અઘ્યક્ષ રાજન સોલંકીના જન્મદિવસે જ સેલવાસમાં નવા કાર્યાલયનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ બન્ને ખુશીના પ્રસંગે રાજન સોલંકીના તમામ શુભચિંતકોએ શુભકામનાઓ આપી હતી દીવ દમણના યુથ એકશન ફોર્સના અઘ્યક્ષ ઉમેશભાઇ પટેલ, દાનહ આદિવાસી એકતા પરિષદના અઘ્યક્ષ પ્રભુ પેડીયા, આર.પી. આઇ. પ્રમુખ સંદીપ પરમાર, ધર્મેશસિંહ ચૌહાણ દાનહ સમાજવાદી પાર્ટીના અઘ્યક્ષ વિરલ શાહ, દાનહના સમાજસેવક હિતેશ સોલંકી, હેતલ શાહ, દીપક પરમાર સહીતના લોકોએ કાર્યક્રમની શોભા વધારી રાજનભાઇને શુભકામનાઓ આપી હતી.

સમારંભનો પ્રારંભ સવારે ૧૦ વાગે થયો હતો આ પ્રસંગે પ્રદેશ અઘ્યક્ષ રાજન સોલંકીએ રીબીન કાપીને પાટી કાર્યાલયનું ઉદધાટન કર્યુ હતું. રાજન સોલંકીને તમામ લોકોએ શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે રાજન સોલંકીએ તેમની પાર્ટીની સુવિઘાઓ અને કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો. ત્યારબાદ તેઓએ તેમની પાર્ટીની આગામી યોજનાઓ વિશે પણ માહીતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ઘણા વષોથી દાદરાનગર હવેલીમાં રાજન સોલંકીનો નેતૃત્વમાં લોક જનશકિત પાર્ટી કાર્યરત છે. ગત કેટલાક મહિનાઓથી તેઓ પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન અને અન્ય મહત્વપૂર્ણ યોજનઓના અમલીકરણમાં કાર્યરત છે. આ પ્રસંગે દાનહ લો.જ.પા. સેક્રેટરી તુષાર ભાવસાર, પ્રદેશ સચિવ ધર્મિનસિંહ ચૌહાણ, પાર્ટીના ઉપપ્રમુખ સૂર્ય પ્રતાપસિંહ રાજપુત, સ્ટુડન્ટ સેલના ઉપપ્રમુખ અજીતસિંહ પરમાર અને લોજપા ના કાર્યકર્તા બહોળી સંખયામાં ઉ૫સ્થિત રહ્યા હતા.