વિદ્યાર્થીઓ માટે ઉજાસ કાઉન્સેલીંગ અભિયાનનો પ્રારંભ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનું સંયુકત આયોજન

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોના પ્રશ્નોને વાચા આપતા જાગૃત સંગઠન તરીકે વિવિધ જાગૃતિ લક્ષી કાર્યક્રમોના અયોજન કરે છે. તાજેતરમાં શાળાઓ કોરોના કાળ પછી ધીરે-ધીરે ખુલી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં ઍકડેમિક લર્નીંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસપોન્સિવ થઈ ગયા છે તેવું મોટા ભાગના શિક્ષકોનું નિરિક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા નથી મળતું તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ કરી ઉજાસ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં 13 શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરુ કરાશે.

ઉજાસના અર્થ મુજબ જે અંધકારમાંથી બહાર લાવે, તેમ આ કાર્યક્રમ થકી જો કોઇ વિદ્યાર્થી માનસિક તણાવ કે દબાણના અંધકારમાં ધકેલાઇ ગયા હોય તેનુ મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરી તેને ઉજાસમાં લાવવાનું કામ સ્વનિર્ભર શાળાના શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવશે. આ પ્રોગ્રામ લગભગ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ચાલશે. જેમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ 36 સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસી. પ્રોફેસર ડો. ધારાબેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી, અને ડો. હસમુખભાઈ ચાવડા દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

આ કાઉન્સેલિંગ સેન્ટરના ઉદઘાટનનો એક મુખ્ય સમારોહ આગામી તા. 3 એપ્રિલને શનિવારના રોજ યોજાશે જેમાં માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચયુલ રીતે હાજરી આપી, કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત આ તમામ કાઉન્સેલિંગ સેન્ટરોનું તબક્કાવાર તા. 3 થી 9 એપ્રિલ સુધીમાં ઉદ્દઘાટન કરાશે. જે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોમાં માનનીય  ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, શ્રીમતી અંજલીબેન રુપાણી,  નિતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદિપભાઇ ડવ, ડો. દર્શિતાબેન શાહ,  પૂષ્કરભાઇ પટેલ, સાંઈરામ દવે, હિમાંશુભાઈ દોશી,  મનોહરસિંહ જાડેજા,  અર્જુનસિંહ રાણા,  ભૂપતભાઇ બોદર, ગઢવી સાહેબ, જ્યોતિન્દ્રભાઈ મહેતા,  પ્રદિપભાઈ,  ગોવિંદભાઇ પટેલ, ડો. અનિલભાઈ રાણાવસિયા,  અરવિંદભાઇ રૈયાણી,  લાખાભાઇ સાગઠીયા,  રામભાઈ મોકરિયા, પરિમલભાઈ પંડયા, ચેતનભાઈ નંદાણી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડો. મેહુલભાઇ રુપાણી, ડો. નેહલભાઇ શુકલ,  મૌલેશભાઇ ઉકાણી,  રેમ્યા મોહન,  ઉદિત અગ્રવાલ,  મનોજ અગ્રવાલ, ડો. રાહુલ ગુપ્તા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેસાણી, કેલા સાહેબ, સરવડાભાઈ, ગિજુભાઈ ભરાડ, ગુલાબભાઇ જાની,  શૈલેષભાઇ સગપરીયા, ભદ્રાયુભાઇ વછરાજાની, પૂ.ત્યાગ વલ્લભ સ્વામીજી, પૂ.  અપૂર્વમુનિ સ્વામી અને પૂ.  પરમાત્માનંદ સરસ્વતિ સ્વામી હાજરી આપી આયોજકોને પ્રોત્સાહિત કરશે.

આખા કાર્યક્રમ અંગે સમય સારણી તૈયાર કરી દરેક સભ્યોને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. કુલ 13 કાઉન્સેલિંગ સેન્ટર રહેશે જેમા ભૂષણ સ્કૂલ માટે શ્રી મેહુલભાઇ પરડવા, શુભમ સ્કૂલ માટે કેતનભાઇ, પંચશીલ સ્કૂલ માટે ડો. ડી.કે.વડોદરીયા અને વિધિતભાઇ શાહ, તપોવન સ્કૂલ માટે  લાલજીભાઇ રાઠોડ, ભરાડ સ્કૂલ માટે શ્રી સચિનભાઇ ત્રિવેદી, શક્તિ સ્કૂલ માટે  બરમન સર, ન્યુ એરા સ્કૂલ માટે શ્રી રચનાબેન ટાંક, પુરુષાર્થ સ્કૂલ માટે  મીનાબેન અને રાણા સર, ક્રિસ્ટલ સ્કૂલ માટે  કેતનભાઇ પ્રજાપતિ અને રણજીતભાઇ ડોડિયા, નવયુગ સ્કૂલ માટે જયદિપભાઈ જલુ, સર્વોદય સ્કૂલ માટે  ભરતભાઈ ગાજીપરા, જીનિયસ સ્કૂલ માટે વિપુલ ઘનવા અને ઉદ્દગમ સ્કૂલ માટે  હર્ષભાઇ જલુને, એમ દરેક હોદેદારને ઇન્ચાર્જ તરીકે  જવાબદારી આપી છે.

આ ઉપરાંત આયોજન કમિટીની પણ રચના કરાઈ છે. જેમાં ગાંધીગ્રામ ઝોનમાંથી જીતેશભાઇ મકવાણા, બેડીપરા ઝોનમાંથી નરેન્દ્રભાઇ પાડલીયા, કાલાવાડ રોડ ઝોનમાંથી જીમિલભાઇ પરીખ, મવડી ઝોનમાંથી હાજીભાઇ ડોડીયા, કોઠારીયા ઝોનમાંથી પરેશભાઇ રોલાની નિમણુક કરાઇ છે. વિદ્યાર્થી કાઉન્સેલિંગ માટે વર્કશોપ પણ રખાશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર  જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં બેડીપરા ઝોનના ઉપપ્રમુખ રામભાઈ ગરૈયા, ગાંધીગ્રામ ઝોનના ઉપપ્રમુખ  રાણાભાઈ ગોજીયા, જામનગર રોડ ઝોનના ઉપપ્રમુખ  એચ. એ. નાકાણી, કાલાવાડ રોડ ઝોનના ઉપપ્રમુખ  સુદિપ મહેતા, કોઠારીયા રોડ ઝોનના ઉપપ્રમુખ  હસમુખભાઈ માયાણી અને મવડી ઝોનના ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાયને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લાની કોર કમિટીના સભ્યો જેમા રાજય મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર  જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે.