કોરોનાના દર્દીઓ માટે મોરબીથી રાજકોટ અને જામનગર જવા ફ્રી વાહન સેવા શરૂ

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે મોરબીની તમામ ખાનગી, સરકારી હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ જેવા મળી રહી છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીના પરિજનો નજીકના એવા જામનગર કે રાજકોટ તરફ સારવાર અર્થે દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે ઘણી વખત ગરીબ અને મધ્યમવર્ગને ન પરવડે એવા વાહન ખર્ચાઓ સારવાર પૂર્વે જ લોકોની આર્થિક કમર ભાંગી નાંખે છે.

આવા કપરા સમયે મોરબીમાં પ્લાસ્ટિકનાં વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ રામાવત અને કેતનભાઈ રામાવત નામનાં બે સેવાભાવી ભાઈઓએ કોરોનાના દર્દીઓ માટે મોરબીથી રાજકોટ અથવા જામનગર જવા માટે નિ:શુલ્ક વાહનની સેવા શરૂ કરી ઉમદા કાર્ય કરેલ છે. આ સેવાનો લાભ લેવા 9374242421, 9692422222 પર સંપર્ક કરવા જણાવાયું છે.