Abtak Media Google News

રોડની બંને બાજુમાં 207 વૃક્ષોનો ભોગ લેવાશે: કોન્ટ્રાકટ 400 વૃક્ષોનો ઉછેર કરી મહાપાલિકાને સોંપશે

 

શહેરમાં લાંબા સમયથી ટલ્લે ચડેલો ફલાય ઓવર પ્રોજેકટ આખરે શરૂ થયો છે. ફલાય ઓવર નિર્માણ માટે બંને તરફ 207 વૃક્ષોનો ભોગ લેવાશે. જો કે કોન્ટ્રાકટ એનાથી બમણા 400 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

જામનગર મહાપાલિકા દ્વારા આખરે ફલાયઓવર નિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે વિકાસનાં આ યજ્ઞમાં પ્રકૃત્તિની આહુતી આપવી પડશે. શહેરના ઇન્દિરા માર્ગ પર ફલાયઓવરનાં નિર્માણ માટે જરૂરી પહોળાઇ મેળવવા માટે રોડની બન્ને સાઇડનાં કુલ 207 વૃક્ષોનો ભોગ લેવાશે. અર્થાત 207 વૃક્ષો કાપવા પડશે. જેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.  ઇન્દિરા માર્ગ પર જલારામ નગર કેનાલ પાસેનાં તોતિંગ વૃક્ષ કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જ પ્રકૃત્તિ અને પર્યાવરણ પ્રેમીઓ નારાજ થશે. પરંતુ કંઇક મેળવવા આપણે કંઇક તો ગુમાવવું જ પડશે. ટેકનોલોજી આને સંશાધનોમાં આપણે એટલા સક્ષમ નથી કે, આટલા વૃક્ષોને મૂળથી કાઢીને અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ એટલે ભારે હૈયે આપણે 207 વૃક્ષોને વિદાય આપવી પડશે જામનગરવાસીઓ માટે ખુશીની વાત એ છે કે, લાંબા સમયથી ટલ્લે ચઢેલો ફલાયઓવર પ્રોજેકટ આખરે નિર્માણના તબકકામાં જઇ રહ્યો છે. જયાં સુધી પર્યાવરણ અને વૃક્ષોનો પ્રશ્ર્ન છે તો જામ્યુકોનાં પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગનાં કાર્યપાલક ઇજનેર ભાવેશ જાનીનાં જણાવ્યા અનુસાર ઇન્દીરા માર્ગ ઉપર વચ્ચે ફલાયઓવર અને બન્ને સાઇડમાં સર્વિસ રોડ બનાવવા માટે કુલ 30 મીટર પહોળાઇની જરૂર પડશે.આ પહોળાઇમાં કુલ 207 વૃક્ષો આવે છે જે કાપવા પડશે. જેની સામે ફલાયઓવરનાં કોન્ટ્રાકટર પાસે 400 વૃક્ષ વાવવાની બાંહેધરી લેવામાં આવી છે અને કોન્ટ્રાકટર પાસેથી આ કામ માટે રૂા. 10 લાખની ડિપોઝીટ પણ લેવામાં આવશે. જેટલાં વૃક્ષો કપાશે તેના ડબલ એટલે કે 400થી વધુ વૃક્ષો કોન્ટ્રાકટર તેના ખર્ચે અન્ય જગ્યાએ વાવી આપશે. ત્યારબાદ તેને ઉછેરવા અને જાળવવાની જવાબદારી જામ્યુકોની રહેશે. રોડની બંન્ને સાઇડ ઉપરાંત ડિવાઇડરમાં કરાયેલું પ્લાન્ટેશન પણ દુર થશે. તેમ જાણવા મળે છે.s

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.