કાયદાઓ જે આઝાદી પછી  હજુ અમલમાં લેવામાં આવે છે. જાણો વિગતવાર…..

ભારતની આઝાદીને 73 વર્ષ થવામાં છે. થોડાક દિવસોમાં પંદરમી ઓગસ્ટ એટ્લે કે સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે. ત્યારે આજે પણ કેટલાક એવા કાયદાઓ અમલમાં છે જે કાયદાઓ બ્રિટિશરોએ લાગુ કર્યા હતા.  આ કાયદા લાગુ કરવા પાછળ બ્રિટિશરોનો ઉદેશ્ય ભારતના સંસાધન લૂંટવા અને બ્રિટિશરોનો વિરોધ કરવાવાળાને જેલમાં નાખવાનો હતો. જેમાથી ઘણા કાયદાઓની સાર્થકતા આજે ખતમ થઈ ગઈ છે છતાં આઝાદ ભારતમાં આજે  પણ આ કાયદાઓ  લાગુ છે. આઝાદી પછી બ્રિટિશરોએ લાદેલા  ૧૨૦૦ જેટલા કાયદા ભંગ કરવામાં આવ્યા છે. ત્યારે

કાયદાઓ જે આઝાદી પછી  હજુ અમલમાં લેવામાં આવે છે !

  • કલમ- ૧૨૪ A એટ્લે કે રાજદ્રોહનો કાયદો

કલમ- ૧૨૪ A એટ્લે કે રાજદ્રોહનો કાયદો. આ કાયદો ૧૮૭૦માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો. કલમ-૧૨૪-A રાજ્દ્રોહની વ્યાખ્યા આપે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલા, લખાયેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા તો જોઈ શકે તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર કરવાનો અથવા તેમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે  તો એ રાજદ્રોહ કહેવાય છે. આ કલમના આધારે આરોપી  વ્યક્તિને જન્મટીપ અને દંડ અથવા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. ૧૨૪-A પોલીસ અધિકારનો ગુનો બને છે, જે બિનજામીનપાત્ર ગુનો છે.

  • કલમ 295- એ એટ્લે કે ધર્મને અપમાન કરવાનો ગુનો

કલમ 295-A પણ  બ્રિટિશરોએ બનાવેલો કાયદો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 295 મુજબ, કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવું તેમજ   તેમના  પૂજાસ્થાન અથવા પવિત્ર ગણાતી કોઈપણ જગ્યાને  નુકસાન પહોચાડવું એ ગુનો  છે. આ ગુના અંતર્ગત અપરાધીને  બે વર્ષ સુધી કેદની સજા અથવા આર્થિક દંડ  અથવા તો   બંનેની સજા કરવામાં આવશે.

  • કલમ- ૧૪૧ એટ્લે કે ગેરકાયદેસર એકઠા થઈને ગુનો કરવો

કલમ- ૧૪૧ 1860માં બ્રિટિશરોએ રાષ્ટ્રવાદી ક્રાંતિને બંધ કરવા તેમજ કોમી  હુલ્લડને બંધ કરવા લાગુ  કરી હતી. આ કલમ મુજબ પાંચ થી વધુ લોકોનું ગેર કાયદેસર એકઠા થવું અને રાજ્યની શાંતિ ભંગ કરવી  ગુનો બને છે. આ ગુનાની સજા માટે છ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.