Abtak Media Google News

લોક ડાઉનના કારણે કોર્ટનું કામકાજ ઠપ થતા બેરોજગાર બનેલા ધારાશાસ્ત્રીને સરકારની રાહત

ભાજપ લીગલ સેલ દ્વારા મુખ્ય મંત્રી અને કાયદા મંત્રીને કરાયેલી રજુઆતની મળી ફળશ્રૃતિ

કોરોના વાયરસને અટકાવવા લાંબો સમય સુધી ચાલેલા લોક ડાઉનના કારણે કોર્ટનું કામકાજ ઠપ થઇ જતા જુનિયર વકીલોની હાલત કફોડી બની ગયાની ભાજપ લીગલ સેલ દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને કાયદા મંત્રીને કરાયેલી અસરકાકર રજૂઆતના પગલે આત્મનિર્ભર યોજનાનો વકીલોને લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવતા ધારાશાસ્ત્રીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

૨૨ માર્ચથી લોક ડાઉન જાહેર કરવામાં આવતા કોર્ટ સદંતર બંધ કરવામાં આવી હતી જે અનલોકમાં પણ સંપૂર્ણ રીતે ખુલ્લી ન હતી અને માત્ર અરજન્ટ કામગીરી થતી હોવાથી સમગ્ર રાજયના જુનિયર વકીલોની હાલત કફોડી બની જતા તેઓએ જીવન નિર્વાહ કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ભાજપ લીંગલ સેલ અને બાર એસોસિએશન દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજાને વિસ્તૃત રજૂઆત કરી હતી.

ભાજપ લીંગલ સેલની રજુઆતના પગલે વકીલોને આત્મનિર્ભર યોજના હેઠળ આવરી લઇ રૂા.૨.૫૦ લાખની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે.પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર દિપેનભાઇ દવે, કિરીટભાઇ બારોટ, ભરતભાઇ ભગત, ડી.કે.પટેલ, શંકરસિંહ ગોહિલ અને હિતેશભાઇ ગોહેલ રજૂઆત કરવામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.