- હળવદમાં જુગારના હાટડા ઉપર મોરબી એલસીબીનો દરોડો
- છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા
- કુલ-6 ઇસમોને રોકડા રૂપીયા-78,600/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે
રાજ્યભરમાં અવાર નવાર જુગારધામ ઝડપાતા રહેતા હોય છે. રહેણાંક મકાનમાંથી, હોટેલમાંથી, બંધ મકાનમાંથી કે અન્ય જગ્યાએથી જુગારધામ ઝડપાતા રહેતા હોય છે. તેમજ પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા હોય છે અને પતા પ્રેમીઓને ઝડપવામાં આવતા હોય છે. આ ઉપરાંત પોલીસ તેની સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગુજરાતના મોરબી શહરના હડવદમાંથી સામે આવ્યો છે. મોરબીના હળવદની વડનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર LCB ટીમે દરોડા પાડીને 6 પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, હળવદ ટાઉનમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા જુગાર રમતા મકાન માલીક સહિત કુલ-6 ઇસમોને રોકડા રૂપીયા-78,600/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ દરોડા દરમિયાન જુગારધામમાં ભાગીદાર શખ્સ હાજર મળી ન આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન હળવદના વડનગર સોસાયટીમાં રહેતા પ્રવીણ ઉર્ફે પીટર રબારી અને હકા રબારી ભેગા મળી. એક યુવકના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા પ્રવીણભાઈ ઉર્ફે પીટર કરોતરા, સુરેશ ભદ્રેસીયા, જયંતી ચાવડા, ચેતન કરોતરા, ભરત કારોલિયા અને અશ્વિન નિમ્બાર્કને રોકડ રકમ રૂ78, 600 સાથે ઝડપી પાડ્યા હતા.
રેઇડ દરમિયાન સહ આરોપી મળી આવતા તેના વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.