કર્ણાટક આવેલ હાસનામ્બા મંદિરની દાનપેટીમાંથી એક પ્રેમ પત્ર મળી આવતા તે પત્ર વાયરલ થયો હતો. આ પત્ર એક પ્રેમીએ દેવીમાં ને લખ્યુ હતો. જેમાં તેણે લખ્યું માતાજીને વિનંતી કરી હતી કે તે પોતાની પ્રેમિકાને સફળતા પુર્વક મેળવવા ઇચ્છે છે.
વર્ષમાં માત્ર 9 વખત ખુલતું કર્ણાટકનું આ હાસમ્બા મંદિરની દાન પેટીમાંથી દાનમાં આવેલ રકમની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે આ પત્ર મળી આવ્યો હતો. આ પત્રની સાથો-સાથ કેટલીક ચીઠ્ઠીઓ પણ મળી આવી હતી જેમાં ભક્તોએ મા હાસમ્બા પાસે પોતાની મનોચ્છા દર્શાવી હતી.
ઉલ્લખનીય છે કે આ પત્રમાં લખ્યુ હતુ કે “હું દિલથી એક છોકરીને પ્રેમ કરૂ છું મેં તેની સાથે લગ્ન કરવાનો નીર્ણય લીધો છે તેના માતા-પિતા આ વાત સ્વીકારવા માંગતા નથી મને શક્તિ આપો હું તેનો સામનો કરી શકું. આ પત્ર હાલ બહુ જ વાયરલ થયો છે.