Abtak Media Google News

કચ્છ: કોરોના મહામારીના કેસની સંખ્યામાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.તેની સાથે વેક્સિનેસન અને કોરોના ટેસ્ટ કિટની કમીના પ્રશ્નો લઈને વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અબડાસાના રાતાતળાવ ખાતે આવેલ કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સંચાલક સંસ્થા ઓધવરામ સત્સંગ મંડળ રાતાતળાવના મનજીબાપુ અને ભારત ગ્રુપ-નલીયાના છત્રસિંહ જાડેજા પાસેથી સેન્ટરની જીણામાં જીણી વિગતો જાણી હતી. તેમણે ઓક્સીજન સીલીન્ડરની ઉપલબ્ધતા અને ડોક્ટર તથા અન્ય સ્ટાફ સહિતની માહિતી મેળવી હતી તથા ખુટતી સુવિધાઓ અંગે ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજુઆત કરવાનું વચન આપ્યું હતું.

એમ.ડી.ડોક્ટર અને બાયપેપ મશીન અત્રે ઉપલબ્ધ થાય તો છેવાડાના તાલુકાના લોકોને આશીર્વાદરૂપ સેવા ઘરઆંગણે મળે તેમ જણાવી અત્રેના સેન્ટર માટે સંચાલકોની જહેમતને બિરદાવી હતી. તેમની સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, જી.પં. વિપક્ષી નેતાના પતિ રમેશભાઈ ડાંગર, વિપક્ષી ઉપનેતા હાજી તકીશા બાવા, કચ્છ જીલ્લા કોંગ્રેસ મંત્રી રામદેવસિંહ જાડેજા, માજી ચેરમેન જી.પં. બાંધકામ સમિતિ કિશોરસિંહ વખતસિંહ જાડેજા, પી.સી.ગઢવી, ઈકબાલભાઈ મંધરા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, જી.પં.સભ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ મમુભાઈ આહિર, અબડાસા તા.પં. પ્રમુખના પ્રતિનિધી અલીભાઈ લાખાભાઈ કેર, ઉપપ્રમુખ મોકાજીભાઈ સોઢા, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન શીવજી કાનજી મહેશ્વરી, કારોબારી ચેરમેન જાફરભાઈ હિંગોરા, જાડેજા, ડાડાભાઈ જત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.રાતાતળાવના ડો.પટેલ, ડો.કેશવાણી સાથે કનુભાઈ બાવાજી, કનૈયાલાલ ભાનુશાલી, મોહનભાઈ ભાનુશાલી, વસંત ભાનુશાલી, પ્રેમજીભાઈ વગેરેએ જરૂરી માહીતી વિપક્ષી નેતાને આપી હતી.સંસ્થા દ્વારા સેન્ટરની ખુટતી સુવિધાઓ અંગે વિપક્ષી નેતાને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજન-અર્ચન સાથે પરેશભાઈ ધાનાણીનું સ્વાગત સન્માન કરાયા બાદ ધાનાણીએ કોવીડ વોર્ડનું નિરીક્ષણ કરી દર્દીના સગા-સબંધીઓ સાથે વાતચીત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.