Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Abtak Special»જાણો ભારતનાં વિશ્વ-વારસાનાં કેટલાંક સ્થળો વિશે…ભાગ – 3
Abtak Special

જાણો ભારતનાં વિશ્વ-વારસાનાં કેટલાંક સ્થળો વિશે…ભાગ – 3

By Abtak Media13/06/20188 Mins Read
Share Facebook Twitter WhatsApp
general knowledge
general knowledge
Share
Facebook Twitter WhatsApp

હમ્પી સ્મારક સમૂહ – કર્ણાટક

હમ્પી મધ્યકાલીન હિંદુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (પમ્પા માંથી નીકળેલું) નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે. આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહળ સ્થળોમાં શામેલ કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તિર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ઘાટિયોં ઔર તેકરીઓનિ વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વગેરે અનેક ઇમારતો છે.

હમ્પીમાં વિટ્ઠલ મંદિર પરિસર નિ:સંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા ૫૬ સ્થંભોને થપથપાવતાં તેમાંથી સંગીતની લહેરો નિકળે છે. ખંડનાં પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલા-રથ છે જે ખરેખર પત્થરનાં પૈડાઓ પર ચાલતો હતો. હમ્પીમાં આવાં તો અનેક આશ્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયેથી તોલાવામાં આવતાં હતાં અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલાં સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલાં હતાં. આ ઉપરાંત જોવા લાયક ઇમારતોમાં કમલ મહેલ અને જનાનખાનાનો પણ સમાવેશ થાય છે. અહીં હાથીખાનાનાં પ્રવેશદ્વાર અને ગુંબજો બનેલા છે તથા નગરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર હજારા રામ મંદિર બનાવેલું છે

મહાબલિપુરમ, સ્મારક સમૂહ – તમિલનાડુમંદિરોનું શહેર મહાબલીપુરમ તમિલ નાડુ ની રાજધાની ચેન્નઈ થી ૫૫ કિમી. દૂર બંગાળની ખાડીના કિનારે સ્થિત છે. પ્રાંરભમાં આ શહેર ને મામલ્લાપુરમ કહેવાતું હતું. તમિલનાડુ નું આ પ્રાચીન શહેર પોતાના ભવ્ય મંદિરો, સ્થાપત્ય અને સાગર-કિનારા માટે બહુ પ્રસિદ્ધ છે. સાતમી શતાબ્દી માં આ શહેર પલ્લવ રાજાઓની રાજધાની હતું. દ્રવિડ વાસ્તુકલાની દૃષ્ટિ એ આ શહેર અગ્રણી સ્થાન રાખે છે.

અંજરુન્સ પેનેન્સ

આ સ્થળ સૌથી વિશાળ નક્શીકામ માટે જાણીતું છે. આ સ્થાપત્ય ૨૭ મીટર લાંબુ અને ૯ મીટર પહોળું છે. આ સ્થાપત્ય વ્હેલ માછલીની પીઠના આકારના વિશાળ શિલાખંડ પર ઈશ્વર, માનવ, પશુઓ અને પક્ષીઓની આકૃતિઓ કોતરીને બનાવવામાં આવેલું છે. અજરુન્સ પેનેન્સને માત્ર મહાબલિપુરમનું કે તમિલનાડુનું ગૌરવ જ નહીં પણ આખા દેશનું ગૌરવ માનવામાં આવે છે.

સમુદ્ર-તટનું મન્દિર (સી-શોર ટેમ્પલ)

આ મંદિરને દક્ષિણ ભારતમાં આવેલાં સૌથી પ્રાચીન મંદિરોમાં માનવામાં આવે છે, જેનો સંબંધ આઠમી શતાબ્દી સાથે રહેલો છે. આ મંદિર દ્રવિડ વાસ્તુકલાનો બેહતરીન નમૂના તરીકે પ્રસિદ્ધ્ છે. અહીં ત્રણ મંદિર આવેલાં છે. વચમાં ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે, જેની બંન્ને તરફ શિવ મંદિર આવેલાં છે. મંદિર સાથે ટકરાતી સાગરની લહેરો એક અનોખું દૃશ્ય ઉપસ્થિત કરે છે.

રથ

મહાબલિપુરમના લોકપ્રિય રથ દક્ષિણી છેડા પર સ્થિત છે. મહાભારતના પાંચ પાંડવોના નામ પરથી આ રથોને પાંડવ રથ કહેવામાં આવે છે. પાંચમાંથી ચાર રથોને એક જ ચટ્ટાન પર કોતરકામ કરી બનાવવામાં આવેલા છે. દ્રૌપદી અને અર્જુન રથ કક્ષ આકારના છે, જ્યારે ભીમ રથ રખીય આકારનો છે. ધર્મરાજ રથ સૌથી ઊંચો છે

 કુતુબમિનાર સંકુલ – દિલ્લી

કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર(૨૩૭.૮ ફુટ) અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. (૯.૦૨ ફુટ) થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે પાંચ માળનો રહી ગયો છે.  આમાં ૩૭૯ પગથીયા છે.  મિનારાની ચારે તરફ બનેલા આંગણામાં ભારતીય કળાના ઘણા ઉત્કૃષ્ટ નમૂના છે, જેમાંથી અનેક આના નિર્માણ કાળ સન ૧૧૯૩ની પૂર્વેના છે. આ પરિસર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના રૂપમાં સ્વીકૃત કરાયું છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર, આના નિર્માણ પૂર્વે અહીં સુંદર ૨૦ જૈન મંદિર બનેલા હતા. તેમને ધ્વસ્ત કરી તે સામગ્રીથી વર્તમાન ઇમારતો બની. અફઘાનિસ્તાનમાં સ્થિત, જામના મિનારથી પ્રેરિત તથા તેનાથી આગળ નીકળવાની ઇચ્છાથી, દિલ્હીના પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર નું નિર્માણ સન ૧૧૯૩માં આરંભ કરાવ્યું, પરંતુ કેવળ આનો પાયો જ બનવી શકાયો. તેના અનુગામી ઇલ્તુતમિશએ આમાં ત્રણ માળ વધાર્યા, અને સન ૧૩૬૮માં ફીરોજશાહ તુઘલકએ પાંચમો અને અંતિમ માળ બનાવડાવ્યો. ઐબકથી તુઘલક સુધી સ્થાપત્ય તથા વાસ્તુ શૈલીમાં બદલાવ, અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. મિનારાને લાલ બલુઆ પત્થરથી બનાવડાવ્યો છે, જેના પર કુરાનનીઆયતોની તથા ફૂલ વેલોની સુક્ષ્મ નક્શી કરાઈ છે. કુતુબ મિનાર પુરાતન દિલ્હી શહેર, ઢિલ્લિકાના પ્રાચીન કિલ્લા લાલકોટના અવશેષો પર બન્યો છે. ઢિલ્લિકા અંતિમ હિન્દુ રાજાઓ તોમર અને ચૌહાણની રાજધાની હતી.

આ મિનારાના નિર્માણ ઉદ્દેશ્ય માટે કહેવાય છે કે આને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદથી અજાન દેવા, નિરીક્ષણ તથા સુરક્ષા કરવા કે ઇસ્લામના દિલ્હી પર વિજયના પ્રતીકના રૂપમાં બનાવાયો. આના નામના વિષયમાં પણ વિવાદ છે. અમુક પુરાતત્વવિદોનો મત છે કે આનું નામ પ્રથમ તુર્કી સુલ્તાન કુતુબુદ્દીન ઐબકના નામ પરથી પડ્યું, અમુક લોકો એમ માને છે કે આનું નામ બગદાદના પ્રસિદ્ધ સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી ના નામ પર છે, જે ભારતમાં વાસ કરવા આવ્યાં હતાં. ઇલ્તુતમિશ તેમનો ખૂબ આદર કરતો હતો, માટે કુતુબ મિનારાને આ નામ આપવામાં આવ્યું. આના શિલાલેખ અનુસાર, આનું સમારકામ તો ફિરોજ શાહ તુઘલકે (૧૩૫૧–૮૮) અને સિકંદર લોધીએ(૧૪૮૯–૧૫૧૭)માં કરાવડાવ્યું. મેજર આર. સ્મિથે આનો જીર્ણોદ્ધાર ૧૮૨૯માં કરાવડાવ્યો હતો.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન – અસમ

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના આસામ રાજ્યના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ તરિકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે.  સુરક્ષીત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાઝીરંગામાં છે અને તેને ૨૦૦૬માં વાઘ અભયારણ્ય જાહેર કરાયું છે. આ ઉદ્યાન એશિયાઈ હાથી, પાણીની જંગલી ભેંસ અને સાબર (બારાસીંઘા)નું ઘર છે. બર્ડ લાઈફ ઈંટરનેશનલ દ્વારા કાઝીરંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝીરંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.

કાઝીરંગા એક વિશાળ કલળવાળું ક્ષેત્ર છે જેમાં ઊંચા ઊંચા હાથી ઘાસ ઉગે છે. આ એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલોનું ક્ષેત્ર છે. એકબીજાને છેદતી ચાર મુખ્ય નદીઓ અહીંથી વહે છે જેમાની એક બ્રહ્મપુત્રા છે. આ ઉપરાંત બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. ઘણાં પુસ્તકો, ગીતો અને દસ્તાવેજી ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષીત આ ઉદ્યાને ૨૦૦૫માં પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી.

જો આના ઇતિહાસની વાત કરવામાં આવે તો કાઝીરંગાના એક સંરક્ષિત ક્ષેત્ર તરીકેનો ઇતિહાસ ૧૯૦૪ સુધી મળે છે જ્યારે મેરી વિક્ટોરિયા લીઇટર કર્ઝન, ભારતના ગવર્નર જનરલ કે ભારતના વાઈસરોય જ્યોર્જ કર્ઝન ના પત્ની એ ભારતની મુલાકાત લીધી હતી. તેઓ ગેંડાઓ માટે પ્રસિદ્ધ આક્ષેત્રની મુલાકાત લીધી પણ તેમને એક પણ ગેંડો જોવા ન મળ્યો ત્યારે તેમણે પોતાના પતિને આ લુપ્ત પ્રાયઃ થતી આ પ્રજાતિ ના સંરક્ષણ માટે તત્કાલીક પગલાં લેવા સૂચન કર્યું. તેમની વાત માની જ્યોર્જ કર્ઝને ગેંડાના સંરક્ષણ માટે પગલાં લીધા અને તે માટે પ્રબંધન કર્યું. On 1 June 1905, the Kaziranga Proposed Reserve Forest was created with an area of 232 km2(90 sq mi).

 આગળના ત્રણ વર્ષો સુધી આ ઉદ્યાન ના ક્ષેત્રને બ્ર્હ્મપુત્રા નદીના કિનારા સુધી ૧૫૨ ચો. કિમી. જેટલો વિસ્તારવામાં આવ્યો. ૧૯૦૮માં, કાઝીરંગાનેઆરક્ષિત જંગલ જાહેર કરાયું. ૧૯૧૬માં, તેને આખેટ (શિકાર) ક્ષેત્ર જાહેર કરાયું. તે આરીતે ૧૯૩૮ સુધી રહ્યું. ૧૯૩૮ માં ત્યાં શિકાર પર પાબંદી મુકવામાં આવી અને મુલાકાતીઓ ને તેમાં પ્રવેશ ની છૂટ અપાઈ.

૧૯૫૦માં પી.ડી. સ્ટ્રેસી નામના વન્ય સંરક્ષક અદ્વારા કાઝીરંગા આખેટ ક્ષેત્રને શિકારના ઓછાયાથી દૂર કરતું કાઝીરંગા વન્યજીવન અભયાઅરણ્ય નામ અપાવ્યું.  ૧૯૫૪માં, આસામની સરકારે આસામ ગેંડા કાયદો પસાર કર્યો, જેની નીચે ગેંડાના શિકાર પર ભારી દંડ મુકવામાં આવ્યો. ૧૪ વર્ષ પછી, ૧૯૬૮માં, રાજ્ય સરકારે ‘આસામ રાષ્ટ્રીય ઉદ્યાન કાયદો ૧૯૬૮’, પારીત કર્યો અને કઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયો. ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪માં કેન્દ્ર સરકાર દ્વારા ૪૩૦ ચો કિમીમાં ફેલાયેલા આ ક્ષેત્રને આધિકારીક રીતે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૫માં, કાઝીરંગાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું.

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન – ઉત્તરાખંડ

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી શિખર (૭૮૧૭ મી)ની આસપાસ આવેલ છે. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયું અને ૧૯૮૮માં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું [૧]. તે ૬૩૦.૩૩ ચો.કિમી. વિસ્તારમાં પથરાયેલું છે.

આ ઉદ્યાનમાં નંદાદેવી સેંક્ચ્યુરી નામની એક હિમ નદી છે જે ૬૦૦૦મી થી ૭૫૦૦મી ઉંચા શિખરોથી ઘેરાયેલી છે. તે ઋષી ગંગા નામની કરાડમાંથી નીકળે છે. આ કરાડ એકદમ સીધી અને પાર ન કરી શકાય તેવી છે. વાયવ્ય ખૂણે આવેલી વેલી ઓફ ફ્લાવર્સ સાથે મળી તે વિશ્વ ધરોહર સ્થળ બનાવે છે. આ બંને રાષ્ટ્રીય ઉદ્યાનો નંદાદેવી જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર(૨,૨૩,૬૭૪ હેક્ટર) માં પથરાયેલા છે જે ૫૧૪૮.૫૭ ચો.કિમીના અનામત ક્ષેત્રથી ઘેરાયેલું છે.

આ સમગ્ર ઉદ્યાન સમુદ્ર સપાટીથી ૩૫૦૦મી કે તેથી વધારે ઉંચાઇએ આવેલો છે.

આ અભયારણ્યને બે ભાગમાં વહેંચી શકાય છે, આંતરીક અને બાહ્ય.

આંતરીક અભયારણ્ય લગભગ ઉદ્યાનનો પૂર્વીય ૨/૩ ભાગ છે જેમાં નંદાદેવી શિખર અને તેની પડખે બે મુખ્ય હિમનદી ઉત્તરી ઋષિગંગા અને દખ્ખણી ઋષિગંગાનો સમાવેશ થાય છે જેમાં અનુક્રમે નાની ઉત્તરી નંદાદેવી અને નાની દક્ષિણી નંદાદેવી અવીને ભળે છે.  આંતરીક અભયારણ્યમાં નોંધાયેલો પ્રથમ માનવીય પ્રવેશ ૧૯૩૪માં એરીક સીમ્પ્ટન અને એચ.ડબલ્યુ. ટીલમેન દ્વારા ઋષી કરાડમાંથી થયો.

બાહ્ય અભયારણ્ય કુલ અભયારણ્યનો પશ્ચિમી ૧/૩ ભાગ રોકે છે, જે આંતરીક અભયારણ્યથી ઉંચી ગિરિમાળાઓ દ્વારા વિભાજીત થાય છે, અને તેમાં થઈને જ ઋષીગંગા વહે છે. ઋષીગંગા બાહ્ય અભયારણ્યને બે ભાગમાં વહેંચી નાંખે છે, ઉત્તર તરફ દુનાગિરિ અને ચંગબંગ પર્વતોના ઢાળ પરથી ઉતરી આવતી રમણી હિમનદી અને દક્ષિણમાં ત્રિશુલ પર્વતના ઢોળાવ પરથી વહેતી ત્રિશુલ હિમનદી. અભયારણ્યનાં આ ભાગમાં બહારથી પહોંચી શકાય છે (જો કે તે માટે પણ ૪૦૦૦મી ઉંચો ઘાટ પસાર કરવો પડે). આ બાહ્ય અભયારણ્યને પસાર કરવાનો પ્રથમ ગંભીર પ્રયત્ન ૧૯૦૭માં થોમસ જ્યોર્જ લોંગસ્ટાફે કર્યો જે નામ્સ્ત્રોત હિમનદી વાટે ત્રિશુલ પર ચડ્યાં.

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન – રાજસન

રાજસ્થાન, ભારતમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે કેવલાદેવ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન પહેલાં ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાતું રાષ્ટ્રીય ઉદ્યાન ખેચર અભયારણ્ય છે જે હજારો અલભ્ય અને વીરલ પક્ષીઓ જેવાકે સાઈબીરીયન સારસ અહીં દર શિયાળામાં આવે છે. લગભગ ૨૩૦ પ્રજાતિઓ ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાનને પોતાનું ઘર બનાવીને રહે છે. આ એક મુખ્ય પ્રવાસી કેંદ્ર છે અને ઘણાં પક્ષીવિદો હાયબર સીઝન માં અહીં અભ્યાસ અર્થે આવે છે. ૧૯૭૧માં આને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું અને વિશ્વ ધરોહર સ્થળ પણ જાહેર કરાયું.

આ સંરક્ષિત અરણ્યની સ્થાપના ૨૫૦ વર્ષો પહેલાં કરવામાં આવી અની ઉદ્યાનની અંદર આવેલ કેવલાદેવ (શીવ) મંદિરના નામે તેનું નામ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે. શરુઆતમાં આ એક નીચાણ વાળી ભૂમિ હતી. પણ ૧૭૨૬ અને ૧૭૬૩ વચ્ચે ભરતપુર રજવાડાંના મહારાજા સુરજમલ દ્વારા અજન બંધ બાંધવાથી તેમાં પાણી ભરાઈ ગયું. આ બંધ ગંભીર અને બાણગંગા નદીના સંગમપર બાંધવામાં આવ્યો છે. ભરતપુરના મહારાજાઓ માટે આ ઉદ્યાન શિકાર ભૂમિ હતી, ૧૮૫૦થી ચાલી આવતી પરંપરા પ્રમાણે દર વર્ષે ભારતના વાઈસરોય ના માનમાં બતકશિકારનું આયોજન કરવામાં આવતું. ૧૯૩૮માં એકજ શિકારમાં માલાર્ડ અને ટીલ જેવા ૪૨૭૩ પક્ષીઓને તે સમયના ભારતના ગવ્ર્નર જનરલ લોર્ડ લીનલીથોવ દ્વારા શિકાર કરાયા. ભારતની સ્વતંત્રતા પછી ૧૯૭૨ સુધી રજવાડાઓને અહીં શિકાર કરવાની પરવાનગી અપાતી હતી. ૧૯૮૨માં, આ ઉદ્યાનમાં ઢોર ચરાવવા પર બંદી મુકાઈ,જેને લીધે સ્થાનીય ખેડૂતો ગુજ્જર સમાજ અને સરકાર વચ્ચે હિંસક ઝપાઝપી થઈ.

abtak special education] General knowledge
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવેજીટેરીઅન કપલ માટે આવી ગયાં છે વેજીટેરીઅન કોન્ડોમ!!!!
Next Article ગુજરાતનાં સ્થળોના પૌરાણીક અને પ્રાચીન નામો
Abtak Media
  • Website

Related Posts

પૃથ્વી પર એવી પણ જગ્યા છે, જ્યાં સુરજ ઊગતો જ નથી : જાણો દિવસ રાતનાં રોચક તથ્યો

03/10/2023

બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં શ્રાધ્ધ વિધી પ્રચલિત કરી: મૃત્યુ લોકમાં ‘નિમિરાજા’ એ પ્રથમ શ્રાધ્ધ કર્યું

02/10/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.