Abtak Media Google News

આજના સમયમાં પણ મોટાભાગની છોકરીઓ-છોકરાઓ ફેસ ક્લિન બરાબર કરતી નથી. જો કે ફેસ ક્લિન બરાબર ન થવાની તમે અનેક ઘણી સમસ્યાઓનો ભોગ બનો છો. તો જાણી લો તમે પણ ફેસ વોશ કરવાથી થતા આ ફાયદાઓ વિશે..

ફાયદા

એન્ટિસેપ્ટિક ફેસ વોશ, આલ્કોહોલ ફ્રી સ્કિન ટોનર, એલોવેરા તેમજ લીમડાયુક્ત ફેસ પેક અને ઓઇલ કન્ટ્રોલ લોશનથી ફેશ વોશ કરવાથી તમે ખીલની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. ફેસ ક્લિન દરમિયાન કોઈ પણ પ્રકારના સ્ક્રબનો ખીલની સમસ્યાથી પીડાતી યુવતીઓએ ઉપયોગ કરવો જોઈએ નહીં.

દિવસમાં ત્રણ વાર ફેસ ધોવાથી તડકાને કારણે બળતી ત્વચામાં રાહત મળે છે.

 થાકેલી અને નિસ્તેજ ત્વચા પર દૂધ તથા ખીરાયુક્ત ક્લિંઝિંગ લગાડવું.

અખરોટ, બદામ અને અંજીર યુક્ત સ્ક્રબ લગાડી 10 મિનિટ સુધી ચહેરા પર ગોળાકારમાં હળવે હાથે રગડવું. ફ્રૂટનો અથવા ગોલ્ડ પેક લગાવવો અને ચહેરો ધોઈ નાખવાથી તમે રિફ્રેશ થઇ જાઓ છો અને તમને થાક પણ ઓછો લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.