- હોળી પર સુરતથી સ્પેશિયલ ટ્રેન અને 550 બસો દોડશે, 12 માર્ચથી શરૂ થશે બુકિંગ
- આ શહેરો વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની જાહેરાત
- જાણો સમય, સ્ટોપેજ અને સંપૂર્ણ વિગતો
ભારતીય રેલ્વેએ હોળી પર જતા લોકોની સુવિધા માટે ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે. જો તમે પણ આ શહેરો વચ્ચે મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમે બુકિંગ કરાવી શકો છો.
પશ્ચિમ રેલવેએ હોળી-ધુળેટી અને ઉનાળાની રજાઓ માટે 50 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા સુરતથી 550 વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે. ઉનાળાના વેકેશન સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જ્યારે હોળી-ધુળેંદીના તહેવાર સુધી બસો દોડાવવાનું આયોજન છે. હાલમાં, પશ્ચિમ રેલ્વેએ ગુજરાત થઈને વિવિધ રાજ્યોમાં જતી 6 વિશેષ ટ્રેનોના સમય અને તારીખ સહિતનું સમયપત્રક બહાર પાડ્યું છે.
હોળીના અવસરે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં ભીડ જોવા મળે છે. ભીડને પહોંચી વળવા માટે રેલવેએ ઘણી તૈયારીઓ કરી છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનોની કુલ 694 ટ્રીપ ચલાવવામાં આવશે.
13 મીએે ભાવનગરથી બાંદ્રા વચ્ચે હોળી વિશેષ ટ્રેન દોડશે
બન્ને દિશામાં 11 સ્ટેશન ઉપર ટ્રેન ઉભી રહેશે
– આજે બાંદ્રાથી ભાવનગરની ટ્રેન ઉપડશે, ભાવનગર-બાંદ્રા ટ્રેનની બુકિંગ 12 મીથી શરૂ થશે
ભાવનગર : રંગપર્વ હોળીના તહેવાર દરમિયાન યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ૧૩મીએ ઉપડનારી હોળી વિશેષ ટ્રેનની ટિકિટનું બુકિંગ ૧૨મીથી શરૂ થશે.
ટ્રેન નંબર 09013 માટે બુકિંગ 11 માર્ચ, 2025થી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 09014 માટે બુકિંગ 12 માર્ચ, 2025થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ
ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ મંગળવાર, 11 માર્ચ, 2025ના રોજ સાંજે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે, જે બીજા દિવસે સવારે 9:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ ગુરુવાર, 13 માર્ચ, 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી સવારે 4:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09013 માટે બુકિંગ 11 માર્ચ, 2025થી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 09014 માટે બુકિંગ 12 માર્ચ, 2025થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.