Abtak Media Google News

સુરજમુખીના બી પોષણથી ભરપુર હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ઔષધી છે. જેમાં ફેટી એસિડ, વિટામિન અને મિનરલથી ભરપુર છે. જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

– સુરજમુખીના બીને તમે ચિકન કરી, મિક્સ વેજીટેબલમાં ઉમેરી ખાઇ શકો છો આ સિવાય તેને સલાડ, પાસ્તા જેવા સ્નેક્સમાં ઉમેરી ખાઇ શકો છો. સૂરજમુખીના બીજ તમારુ સ્વાસ્થ્ય પણ સુધારશે અને સ્વાદ પણ વધારશે.

-સુરજમુખીના બીને તમે શેકીને પણ ખાઇ શકો છો તે સ્વાદમાં ડ્રાયફ્રુટ જેવું લાગશે તો તેના ગુણો પણ ડ્રાયફ્રુટથી કમ નથી.

-સૂરજમુખીના બીને કોઇપણ સોફ્ટ ડ્રીંકને ક્રિસ્પી બનાવવા માટે કરી શકો છો. સૂરજમુખીના બી કોઇપણ ડિશને ખાસ ટેક્સચર આપી ટેસ્ટ ડેવલોપ કરે છે.

– સૂરજમુખી બીનો પાઉડર કરી તમે તેને બ્રેડ બટરમાં મેળવીને પોષણ તત્વો વધારી શકો છો.

– વિટામિન ઇ કોમ્પલેક્સ યુક્ત સૂરજમુખીના બીને તમે મમરા અથવા ચેવડામાં ઉમેરી શકો છો તેને તમે નાસ્તામાં પણ લઇ શકો છો.

આ ઉપરાંત તમે તમારી મનપસંદ ડિશોમાં સૂરજમુખીના બીને ઉમેરી સ્વાદ અને સ્વાસ્થ્ય સુધારી શકો છો. ખાસ બાળકો માટે સૂરજમુખીનાં બી ખૂબ જ લાભદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.