વાસ્તુની આઠ દિશાઓનું મહત્વ જાણો કંઇ દિશામાં શું કરવું, શું ન કરવું?

વાસ્તુશાસ્ત્રની સમજતા પહેલા તેની દિશાઓ અને તેનું મહત્વ સમજવું ખુબ જ જરુરી છે, દિશાઓ વાસ્તુનો પાયો છે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું અણવું મહત્વ છે. ઘણા લોકો વાસ્તુ અનુસાર તેના સિઘ્ધાંતોના આધારે ઘર, ઓફીસ કે કારખાના બનાવતા હોય છે. વાસ્તુની દિશાઓ સક્રારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિઘ્ધાંતોને આધિન કાર્યરત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આઠ દિશાઓ મહત્વની છે. આ આઠેય દિશાઓનું પોતાનું અલગ અલગ મહત્વ છે. અને દરેક દિશાઓ માટે જુદો જ નિયમ હોય છે જો ઘર કે ઓફીસરમાં કોઇપણ દિશામાં ખોટી વસ્તુઓ મુકવામાં આવી હોય તો તેની ખરાબ અસર ત્યાં રહેનાર વ્યકિતઓ પર પડે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રની દિશા અને તેનું મહત્વ

ઉત્તર-પૂર્વ દિશા (ઇશાન ખૂણો): આ દિશા દૈવીક શકિતઓ માટે ઉત્તમ છે. આ દિશાનું પ્રતિનિધિત્વ ખુદ દેવી શકિતઓ જ કરે છે તેથી ઉત્તર-પૂર્વ દિશામાં મંદિર હોવું શુભ માનવામાં આવે છે. આ સ્થાન હમેશા સ્વચ્છ હોવું જોઇએ. આ સ્થાન પર મંદિરની સાથે પાણી સંબંધીત ઉપકરણ પણ મુકી શકાય છે અવિવાહિત મહિલાઓએ કયારેય ન સુવું જોઇએ. આ દિશામાં કુંવારી ક્ધયાઓના સુવાથી લગ્નનું મોડું તેમજ સ્વસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ઘરના આ ખુણામાં બાથરૂમ કે ટોઇલેટ કયારે ન રાખવું જોઇએ ઉપરાંત ભારે વસ્તુઓ પણ ન મુકવી જોઇએ.

દક્ષિણ-પશ્ર્ચિમ દિશા (નૈઋત્ય ખુણો): આ સ્થાનનું પ્રતિનિધિતવ પૃથ્વી તત્વ કરતું હોવાથી આ સ્થાન પર પ્લાન મુકવા ખુબ જ શુભ માનવામાં આવે છે. છોડમાં નકારાત્મક ઉર્જા ગ્રહણ કરવાની શકિત હોય છે. દક્ષિણ પશ્ર્ચિમ દિશામાં બેડરૂમ પણ શુભ ફળ આપે છે. ઉપરાંત અહીં સ્ટોરરૂમ પણ બનાવી શકાય છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ અને કાર પાકિંગનો એરીયા પણ બનાવી શકાય છે.

ઉત્તર-પશ્ર્ચિમ દિશા: વાયુતત્વ આ ખુણાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થાન પર બારી અથવા ઉજાળિયું હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. અહીં તાજી હવા આવવાનું સ્થાન રાખવાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે ઘરમાં કોઇપણ પ્રકારના કલેસ થતા નથી આ સ્થાન પર ક્ધયાઓનો રૂમ બનાવી શકાય છે તેમજ મહેમાનોના રહેવાની પણ વ્યવસ્થા ગોઠવી શકાય છે. અહીં બીજા ફલોર પર જવા પગથિયા પણ બનાવી શકાય છે.

પૂર્વ દિશા: પૂર્વ દિશા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા લાવે છે જેના કારણે અહીં મુખ્ય દરવાજો બનાવવો અતિ શુભ માનવામાં આવે છે. ઉપરાંત મોટી બાલ્કની બાળકોનો રૂમ પણ બનાવી શકાય છે આ દિશામાં અભ્યાસ સંબંધીત કામ કરવું હોય તો મોં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું, રસોઇ ઘર હોય તો ત્યાં મોઢુ દક્ષિણ દિશા તરફ ન રાખવું આમ કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઇ શકે છે.

પશ્ર્ચિમ દિશા: વાસ્તુ પ્રમાણે પશ્ર્ચિમ દિશાના સ્વામી વરૂણ દેવ છે આ સ્થાન પર ડાયનીંગ હોલ બનાવી શકાય છે. અહીં પગથિયા પણ બનાવી શકાય અહીં કોઇ ભારે નિર્માણ કાર્યપણ થઇ શકે છે પશ્ર્ચિમ દિશામાં અરીસો લગાડવો શુભ હોય છે આ સ્થાને બાથરૂમ પણ બનાવી શકાય છે. ગેસ્ટ રૂમ અને સડી રૂપણ શુભ ફળ પ્રદાન કરે છે.

ઉત્તર દિશા: આ દિશાનું પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ કારણે અહીં રોકડ ધન અને કિંમતી વસ્તુઓ પણ મુકી જાય છે. આ સ્થાન પર મુખ્યદ્વાર પણ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે ઉપરાંત ઓપન એરીયા પણ રાખી શકાય છે. આ દિશામાં બેડરૂમ કયારેય ન બનાવવી અહીં સ્ટોર રૂમ

સડી રૂમ કે ભારે મશીનરી ન મુકવી જોઇએ.

દક્ષિણ દિશા: આ સ્થાન મૃત્યુના દેવતાનું સ્થાન છે. અહીં ભારે સામાન મુકી શકાય છે આ સ્થાન પર રસોઇ ઘર પણ બની શકે અહીં પાણીની ટેંક બનાવી શકાય અહીં બાળકોનો રૂમ ન બનાવવો જો આ સ્થાન

પર બેડરૂમ છે તો સુતી વખતે વ્યકિતનું માથુ દક્ષિણ દિશા તરફ હોવું જોઇએ.

ઘરનો મઘ્ય ભાગ: ઘરનો વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવાની ખુબ જ શુભ ફળ મળે છે આ સ્થાન પર તુલસીનો છોડ લગાવી શકાય છે અહીં પ્રકાશ માટે પુરતી વ્યવસ્થા હોવી જોઇએ આ સ્થાન પરથી જ આખા ઘરમાં સારી નરસી ઉર્જાનો ફેલાવો થતો હોવાની આ સ્થાન ખુલ્લુ રાખવું વધુ યોગ્ય રહે છે.