Abtak Media Google News

મીઠો લીમડો રસોઈમાં સ્વાદ માટે તો ઉપયોગી છે જ, પરંતુ એની સો ત્વચા અને વાળની સુંદરતામાં પણ એ ચાર ચાંદ લગાવી શકે છે

કોથમીર લેતી વખતે ફેરિયો મીઠો લીમડો મફત આપે છે, પરંતુ લીમડાનાં પાનનું વઘાર સિવાય શું કરવું એમ વિચારીને કેટલાક લોકો એક જ ડાળખી લેતા હોય છે. જોકે હવે જ્યારે તમને ખબર પડે કે લીમડાથી તમે કુદરતી રીતે સૌંદર્ય પ્રાપ્ત કરી શકો છો તો? ત્વચા અને વાળના સૌંદર્યને વધારવા એનો કેવી રીતે ઉપયોગ કરવો એ જાણીએ.

વિવિધ વનસ્પતિનાં પર્ણો દ્વારા રોગનો ઇલાજ કરતા ડોકટરે લીમડાના પાનના વિવિધ ઉપયોગો જણાવતાં કહે છે, નાની ઉંમરમાં કે બાળકોમાં સફેદ કે ગ્રે તથા વાળને અટકાવવામાં લીમડો મદદરૂપ થઈ શકે છે. વજન ઓછું કરવામાં પણ એ મદદરૂપ થઈ શકે છે. લીમડાનાં ૩૦૦ પાન લો. એને વાટીને એના છ ભાગ કરો. એને છ દિવસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચન, કિડની કે આંખોની તકલીફ દૂર થાય છે. એ સિવાય લીમડાને સૂંઠ સાથે પાણીમાં ઉકાળીને એને નહાવાના ઉપયોગમાં લેવાથી ત્વચાની પિગ્મેન્ટેશનની તકલીફ દૂર થાય છે. લીમડાને વાટીને વાળમાં લગાવવાથી ખરતા વાળમાં પણ ઘણી રાહત મળે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1

કોઈ ક્યારેય વિચારી શકે કે લીમડો ખીલની સમસ્યામાં પણ રાહત આપી શકે છે? હળદર સાથે ચણાના લોટ અને દૂધનું મિશ્રણ ત્વચા પર લગાવતા હોઈએ છીએ, પરંતુ તમને ખબર છે કે લીમડા અને હળદરની પેસ્ટ ચહેરા પરના ડાઘ અને ખીલને દૂર કરવામાં અકસીર છે? લીમડાનાં પાનને મુલતાની માટી સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે. લીમડાનાં પાનમાં મુલતાની માટી અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવવી. એને ત્વચાની કરચલીની આસપાસ ધ્યાની લગાવવી. પેસ્ટ સુકાય એટલે પાણીથી સારી રીતે ધોઈ લેવું. લીમડાનાં પાન બળેલી ચામડી પર પણ સારી રીતે અસર કરે છે. દૂધમાં લીમડાનાં પાન નાખીને ઉકાળો. ત્યાર બાદ એને ઠંડું પડવા દઈને ઘસાઈ ગયેલી ચામડી કે સખત તાપી બળી ગયેલી ચામડી પર લગાવો. આયુર્વેદના નિષ્ણાત ડોકટર લીમડાને નિયમિતપણે આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.