તા. ૧૮.૫.૨૦૨૫, રવિવાર ,સંવંત ૨૦૮૧, વૈશાખ વદ છઠ , ઉત્તરાષાઢા નક્ષત્ર, શુભ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ ,જ ) : રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ) : નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–શ્રી વિદ્યા ઉપાસના અને શ્રીયંત્ર
શ્રી વિદ્યા ઉપાસકો પોતાના શરીરમાં શ્રીયંત્ર અથવા શ્રીચક્રની કલ્પના કરે છે. એટલે, સાધકનું શરીર પોતે જ શ્રીચક્ર સમાન બની જાય છે. આ રીતે વિદ્યા ઉપાસકનું શરીર યંત્રરૂપ બની જાય છે. શાસ્ત્ર અનુસાર આપણું શરીર એટલે કે પિંડ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે અને એટલે જ સમગ્ર સુક્ષમ અને સ્થૂળ શરીરને સમજવાથી તેના સાતે શરીર અને સાત ચક્ર સમજવાથી બ્રહ્માંડના રહસ્યો સમજી શકાય છે. અગાઉ લખ્યા મુજબ શ્રી ચક્ર એ યુનિવર્સનો જ કોડ છે એટલે કે બ્રહ્માંડના રહસ્યોની જ ચાવી છે અને બ્રહ્માંડનો જ નકશો છે જેમાં દરેક લોક અને દરેક કાળ નિહિત છે. સ્વયં એક શ્રીચક્ર છીએ એ વિભાવના આ સાધનામાં ખુબ મહત્વની છે, પ્રકૃતિના તમામ વિભાગો શ્રીચક્રને જ પ્રસ્તુત કરે છે પણ જયારે આપણે આપણી જાતને જ શ્રીચક્ર તરીકે લઈએ ત્યારે આ ભાવ આપણી અંદર આત્મિક રીતે બેસે છે અને તેના દરેક પાસાને આપણે અનુભવી શકીએ છીએ જેમ કે શ્રીયંત્ર ઉપાસનામાં, શરીરના વિવિધ અંગો શ્રીયંત્રના વિવિધ ભાગો તરીકે જોવામાં આવે છે બ્રહ્મરંધ્ર એ બિંદુચક્ર છે તો મસ્તિષ્ક એ ત્રિકોણ છે લલાટ અષ્ટકોણ છે આ રીતની વિભાવના શ્રીસાધનામાં જરૂરી બને છે જો કે એમાં મુખ્ય રીતે આપણો ભાવ છે જેમાં બ્રહ્મા, ઇન્દ્ર, નવગ્રહ, ૨૭ નક્ષત્ર, ૧૨ રાશિઓ, વાસુકિ અને અન્ય સર્વ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, દિગ્ગજ, ઉચ્ચૈઃશ્રવા, શસ્ત્રો, પર્વતો, સમુદ્રો, નદીઓ, શહેરો અને રાષ્ટ્ર બધું શ્રીયંત્રમાં સમાયેલ છે.જેમાં મધ્યમાં બિંદુ પરમ તત્વનું પ્રતીક અને ત્રિકોણ શિવ શક્તિ નિદર્શિત કરે છે જયારે આઠ અંદરની પાંખડીઓ, સોળ બહારની પાંખડીઓ વિવિધ શક્તિઓના પ્રતીક છે. પાંખડીઓ પૃથ્વીલોકનો કોડ બને છે અને અહીંની જીવંતતા દર્શાવે છે!!!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨