જીવનમાં આ વાત શીખી લેજો

 

ઝીંદગી ખૂબ નાની છે સમય કાઢતા શીખી લેજો
આજે જોયેલા સપનાઓને આજે જ પુરા કરી લેજો

ટચૂકડી વાતમાં ઝગડો કરવામાં સબંધ આપણો બગડી જશે
તું સાચી છે એમ કહીને સબંધ આપણો સાચવી લેજો

ભાગ દૌડની આ દુનિયામાં શાંત ખુણાને ઝંખો છો
માતાના ખોળા એક વાર સુઈને જોઈ લેજો

મતલબી દુનિયામાં સાચો ચેહરો ગોતવો અઘરો છે
બધાની સાથે ભળી જઈને આનંદ માણતા શીખી લેજો

સ્વાર્થનો પ્રેમતો કરે જ છે બધા એક બીજા સાથે
કરવો જ હોય તો એ વ્યક્તિને નિઃસ્વાર્થ પ્રેમ કરી લેજો

બધા જ સબંધ નથી ટકી શકતા જીવનભર
જ્યાં છો તેની સાથેની યાદો જીવનભરની મેળવી લેજો

ખૂબસૂરત જીવન છે કુદરત તરફથી મળેલી ભેટ
ખુશીથી એ જીવન વિતાવતા શીખી લેજો