- ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત
- હવામાન વિભાગે 13 મે સુધી વરસાદની આગાહી કરી છે
- ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
રાજ્યમાં ભરઉનાળે વરસાદે ભુક્કા બોલાવ્યા બાદ ફરી ગરમીનો માહોલ જોવા મળશે. ગુજરાતમાં હાલ હવામાન વિભાગે આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે પરંતુ આગામી સમયમાં ફરી ગુજરાતીને આગામી 4 દિવસમાં આ શેહેરોમાં વરસાદ પડી શકી કે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ધીરે ધીરે કમોસમી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ગરમી કે વરસાદનું જોર રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ.
હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર, આજે 10 મેના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 13 મે સુધી વરસાદની આગાહી કરી છે. જાણો આગામી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 10 મેના રોજ સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ છુટાછવાયા સ્થળોએ મધ્યમ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત 11 મેના રોજ સમગ્ર રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તેમજ 12 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે આ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત 13 મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.