Abtak Media Google News

આપ સૌ જાણો જ છો કે હાલમાં ભારતમાં નેટફ્લિક્સનો વિરોધ થઈ રહ્યો છે.  મંદિરમાં બતાવવામાં આવેલ એક દ્રશ્યના કારણે નેટફ્લિક્સ વિવાદમાં આવેલ છે. જેના કારણે લોકોએ તેનો ઉપયોગ ઘટાડ્યો છે જેથી નેટફ્લિક્સનો ભારતમાં ગ્રોથ ઘટી રહ્યો છે.

હાલમાં નેટફ્લિક્સના શેરમાં 5% થી 10% ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર ભારતના ઈન્ટરનેટ યૂઝર માંથી માત્ર 5% લોકો જ નેટફ્લિક્સ નો ઉપયોગ કરે છે. હાલમાં હોટસ્ટાર, ઝી5, એએલટી બાલાજી, એમેઝોન પ્રાઈમ, ઇરોઝનાવ જેવા ઘણા બધા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ મહેનત કરી રહ્યા છે. જેઓ નેટફ્લિક્સને ટક્કર મારે તેવી ઘણી બધી વેબ સિરીઝ રિલીઝ કરી રહ્યા છે જેના કારણે નેટફ્લિક્સનું ભારતનું ઓડીએન્સ ઘટી રહ્યું છે.

નેટફ્લિક્સનું ભારતનું ઓડીએન્સ વધે તે માટે સમગ્ર ભારતમાં આ બે દિવસે બિલકુલ ફ્રીમાં સ્ટ્રિમિંગ કરવા મળશે. જેમાં તમારે પોતાનું પર્સનલ ઇમેઇલ આઇડી અને ફોન નંબર રજીસ્ટર કરાવવાનું રહેશે. સાથે નેટફ્લિક્સ ના પ્લાન્સ બતાવવામાં આવશે જે જોઈને લોકો તેને સબ્સ્ક્રાઇબ કરે એવી આશાએ નેટફ્લિક્સ ફ્રી સ્ટ્રીમિંગ આપી રહ્યુ હોય તેવી ધારણા છે.

હવેથી નેટફ્લિક્સ ટ્રાયલ માટે 1 મહિનો ફ્રીમાં સ્ટ્રિમિંગ કરવા નહિ મળે. 5 અને 6 ડિસેમ્બર વિકેન્ડ હોવાથી ભારતના મોટાભાગના લોકો ફ્રી હોય છે અને બધા પાસે સમય હોય છે તેથી આ બે દિવસ ફ્રી સ્ટ્રીમિંગ આપી રહ્યું હોય તેવું અનુમાન છે. ઉપરોક્ત કારણોને લઈને નેટફ્લિક્સ 2 દિવસ ફ્રી સ્ટ્રીમિંગ આપી રહ્યું હોય તેવું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.