Abtak Media Google News

શિક્ષણવિદ્ સાંઈરામ દવે સંયુક્ત પરિવાર વિષય પર પ્રાસંગીક રજૂ કરશે

વર્તમાન સમયમાં પરિવારો ન્યુક્લિયર બનતા જાય છે. ત્યારે આવા સંજોગોમાં પેરેન્ટીંગ મુદ્દે તથા સવાલોનો જવાબ યોગ્ય મંચ ઉપરી મળવો જરૂરી છે. આવો મંચ સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા અપાયો છે. આગામી તા.૧૨ ડિસેમ્બરના રોજ રાત્રે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે સર્મ રાષ્ટ્ર સર્મ પરિવાર વિષય મામલે આખ્યાન યોજાશે. જેમાં દાદા ભગવાન પરિવારના આત્મજ્ઞાની પૂ.દિપકભાઈ દેસાઈ (અડાલજ અમદાવાદ) અને સાંઈરામ દવે પોતાનો વકતવ્ય રજૂ કરશે.

આ કાર્યક્રમ અંગે આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન સાંઈરામ દવેએ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે,  સર્મ રાષ્ટ્રની ભાવના સંયુક્ત પરિવાર કી જ આવી શકે છે. આજના સમયમાં અનેક કિસ્સા એવા બને છે જેનાી સમાજને નુકશાન પહોંચે છે. જેની પાછળ ન્યુક્લિયર ફેમીલી મહદઅંશે જવાબદાર છે.  ભૂતકાળમાં સંયુક્ત ફેમીલીમાં કાકા, દાદા, દાદી જેવા વડીલોની નજર સીસીટીવી સમાન હતી જેનાી બાળક કુટેવોી બચીને રહેતુ હતું. જો કે, હવે વિભક્ત કુટુંબ ઈ જતાં બાળકોને છુટો દોર મળી જાય છે. અધુરામાં પુરું ટેકનોલોજીના કારણે બાળકો ઝડપી યુવાન વા લાગ્યા છે. તે સમયે વડીલોનો ડર હતો. જ્યારે હવે વડીલોનો કોઈ ડર ની. તે સમયે વડીલો સાયકોલોજીના સાયન્ટીસ હતા. જેના કારણે અનેક રૂઢીઓ એવી હતી. જેનાી બાળક ખોટા રસ્તે જતું અટકતું હતું. હવે બાળકને બગડતું અટકાવવા પરિવારની વોચ જરૂરી બની જાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન એક એવું મંચ છે જ્યાં કોઈપણ સંપ્રદાયના ગુરુ પોતાના વિચારો લોકો સુધી સરળતાી પહોંચાડી શકે છે. સમાજના વિવિધ મુદ્દાઓને કોઈ મહાનુભાવોના મુખે વાંચા આપવામાં આવે તેવો ધ્યેય સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનનો છે. આગામી સમયમાં અમે લોકવાર્તાઓ મુદ્દે મસમોટુ આયોજન ઘડવા જઈ રહ્યાં છીએ જેનાી સમાજને લાભ શે. તેમણે ઉમેર્યું હતું કે, હું વ્યવસાયે નહીં પરંતુ સ્વભાવે શિક્ષક છું, જેી જ નચીકેતા સ્કૂલની સપના કરી હતી. જ્યાં બાળકોને રવિવારે પણ આવવાનું મન થાય.

સમગ્ર કાર્યક્રમ તદ્દન નિ:શુલ્ક છે. પરંતુ www.sailaxmifoundation.com/srપર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. વધુ માહિતી માટે આપ ૯૩૨૭૫૬૬૭૫૧ પર સંપર્ક કરી શકો છો. તો તૂટવા જતાં પરિવારોને જોડતા આ અનોખા કાર્યક્રમમાં પધારવા શ્રી સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનના યુવા ચેરમેન અમિત દવેએ જાહેર જનતાને અનુરોધ કરેલ છે. રજીસ્ટ્રેશન તા.૦૫-૧૨-૨૦૧૯ થી ૦૯-૧૨-૨૦૧૯ સુધી ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.