Abtak Media Google News

મોહાલી સ્ટેડીયમને બલબીરસિંઘનું નામ અપાશે

હોકીના મહાન ખેલાડીઓમાંથી એક બલબીર સિંહ સીનિયરનું સોમવારે સવારે ૯૬ વર્ષની વયે મોહાલીમાં અવસાન થયું છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમને અહીં ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે પુરા રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મોહાલી સ્ટેડિયમને હવે બલબીરસિંઘનાં નામ સાથે જોડવામાં આવશે તેમ પંજાબનાં સ્પોર્ટસ મંત્રીએ જણાવ્યું હતું.

4 1

ન્યુમોનિયા અને તાવની ફરિયાદ બાદ તેમને ૮ મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ત્રણ વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેઓ ૧૮ મેથી કોમામાં હતા. પીએમ નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહે પણ બલબીર સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ કહ્યું, બલબીર સિંહ માત્ર સારા ખેલાડી નહિ, પરંતુ સારા મેન્ટર પણ હતા. તેમણે તે ભૂમિકામાં પણ પોતાની છાપ છોડી છે.

15 2

આખો દેશ તેમને તેમની રમત માટે યાદ કરશે. તેમણે ઘણા અવસર પર દેશનું સન્માન વધાર્યું હતું. બલબીર સિંહે ૧૯૫૨ હેલસિન્કી ઓલિમ્પિકની ફાઇનલમાં નેધરલેન્ડસ્ સામે ૫ ગોલ કર્યા હતા. કોઈપણ ઓલિમ્પિકની ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ આજે પણ તેમના નામે છે. ભારતે આ મેચ ૬-૧થી જીતી હતી. તેઓ લંડન (૧૯૪૮), હેલસિન્કી (૧૯૫૨) અને મેલબોર્ન (૧૯૫૬) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા. તેમને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિક ઇતિહાસના ૧૬ મહાન ખેલાડીઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું. તે આ લિસ્ટમાં સ્થાન મેળવનાર દેશના એકમાત્ર ખેલાડી હતા. બલબીરને ૧૯૫૭માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. ત્યારે પહેલીવાર કોઈ ખેલાડીને આ સન્માન મળ્યું હતું. તે ૧૯૭૫માં એકમાત્ર વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેનેજર હતા.

Babir1

ભારતે બ્રિટનને ૪-૦થી હરાવ્યું

૧૨ ઓગસ્ટ ૧૯૪૮માં ભારતે બ્રિટનને ૪-૦થી હરાવી એક સ્વતંત્ર દેશ તરીકે પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.