Abtak Media Google News

પીડીએમ કોલેજમાં બીએલઓ અને ઝોનલ ઓફિસરોને તાલિમ અપાઈ: ચુનાવ પાઠશાળામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશી ચલાવવાનો નિર્ધાર

રાજકોટ શહેરની ૬૯, ૭૦ અને ૭૧ મામલતદાર કચેરી દ્વારા મત વિસ્તારમાં આવતા પોલીંગ બુમાં કાર્યરત બી.એલ.ઓ. તા ઝોનલ ઓફિસરની ઈ.એલ.સી. કલબ સંદર્ભે પી.ડી.એમ. કોલેજનાં મધ્યસ્ ખંડમાં તાલિમ યોજવામાં આવી હતી. જેનો પ્રારંભ ૬૯ના નાયબ મામલતદાર મૌલિક ઉપાધ્યાયે કર્યો હતો. ૭૦ દક્ષિણનાં મામલતદાર ટી.એમ. દંગીએ ઈ.એલ.સી.ની રચના, કાર્યપધ્ધતી અને વોટર જાગૃતિ બાબતે કાર્ય કરવાની સમજ આપી હતી. ૬૯, ૭૦ અને ૭૧ મત વિસ્તારમાં આવતી શાળા-કોલેજમાં ઈલેકટ્રોલ લીટરસી કલબની સપના કરવામાં આવશે. જેમાં શાળામાંી કેમ્પસ એમ્બેસેડર નીમીને દર બે મહિને પ્રમ શનિવારે ઈ.એલ.સી.ની બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં છાત્રોમાંી જ મતદાતા મિત્રની નિમણૂંક કરાશે. બાદમાં દર માસે મતદાર નોંધણી અધિકારીને રીપોટીંગ કરાશે. તાલિમમાં ૭૦ના નાયબ મામલતદાર મનસુખ રામાણી, એસ.વી.કીરીયા અને એમ.જી.ડાંગરે ઉપસ્તિ રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Img 20191205 Wa0012

ટ્રેનર અરૂણ દવે દ્વારા બીએલઓ અને ઝોનલ ઓફિસરને ઈ.સી.સી. કલબની રચના, કાર્ય પધ્ધતિ તથા રીપોર્ટીંગની માહિતી આપવામાં આવી હતી. ટ્રેનર સંજય મહેતાએ પી.પી.ટી. દ્વારા તેના હેતુ, કમીટીના સભ્યો વગેરેની તાલીમ તાલીર્માીઓને પુરી પાડી હતી.

ઈએલસી કલબમાં ૧૪ થી ૧૭ વર્ષના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાના છાત્રો પોતોની શાળામાં ચુનાવ પાઠશાળા બનાવશે. જેમાં ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે મતદાન-મતદાર-ચૂંટણીકાર્ડ અંગેની મહત્વની ચર્ચા કરાશે. જરૂર જણાયે ઈએલસી મીટીંગમાં તજજ્ઞોને પણ હાજર રખાશે. વોટર હેલ્પ લાઈનનો પ્રચાર પ્રસાર કરાશે. દર ત્રીજા માસે છેલ્લા શનિવારે ડિસ્પ્લે બોર્ડ ઉપર વિગતો મુકવામાં આવશે. શાળામાં સુત્રો-ચિત્રો-ભીંત પત્રો લગાવવામાં આવશે. કમીટીમાં બીએલઓ ઉપરાંત દિવ્યાંગો તા એનજીઓના પ્રતિનિધિઓને પણ સામેલ કરાશે. શહેરની અમુક શાળાઓમાં અત્યારે ઈએલસી કલબ ચાલુ છે. હવે બાકીની શાળામાં પણ આવી કલબની સપના કરીને મતદાર જાગૃતતાનું કામ સધન બનાવવાનો તાલીમ દરમિયાન નિર્ધાર કરાયો હતો. સમગ્ર તાલિમ વ્યવસ નાયબ મામલતદાર ટી.એમ.દંગી અને મૌલિક ઉપાધ્યાયે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.