Abtak Media Google News

લેનોવો કંપનીએ દુનિયાના પ્રથમ ફોલ્ડેબલ લેપટોપની એક ઝલક બતાવી છે. આ પર્સનલ કમ્પ્યુટર થિંકપેડ X1નો ભાગ છે. કંપની આ લેપટોપ બનાવવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહી હતી. લેપટોપનું સંપૂર્ણ ટેસ્ટિંગ થયા બાદ વર્ષ 2020માં લીનોવો તેને લોન્ચ કરશે.

કંપનીએ દાવો કર્યો કે, આ ડિવાઈસ માર્કેટમાં આવી ગયા બાદ યુઝરને ટેબલેટ અને લેપટોપ બંને સાથે રાખવા નહીં પડે. ફોલ્ડેબલ લેપટોપ પહેલાં ઘણી કંપનીઓએ ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યાં હતાં.

:લેપટોપની ખાસિયત:

-આ લેપટોપની સ્ક્રીનને વચ્ચેથી ફોલ્ડ કરી શકાશે.

– જ્યારે યુઝર ટાઈપ કરે છે ત્યારે સ્ક્રીન પર જ વર્ચ્યૂઅલ્ કીબૉર્ડ બની જશે.

– કંપની તેની સાથે વાયરલેસ કીબૉર્ડ પણ આપશે.

– યુઝર બીજા લેપટોપની જેમ જ આ લેપટોપનો ઉપયોગ કરી શકશે.

– દેખાવની વાત કરીએ તો, ફોલ્ડ થયા બાદ લેપટોપ ડાયરી જેવું લાગશે.

કંપનીએ હજુ ફોલ્ડેબલ લેપટોપના હાર્ડવેર વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

– વીડિયો ચેટ માટે અલગ કેમેરા મળશે.

– લેપટોપમાં 2 યુએસબી C ટાઈપ પોર્ટ અને 3.5 mmનો એક હેડફોન માટે ક્નેક્ટિવિટી પોર્ટ આપ્યો છે.

– વિન્ડોઝ 10 પર લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ કામ કરશે.

– ફોલ્ડેબલ લેપટોપમાં ઇન્ટેલ કંપનીનાં પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ સ્પીડને લઈને કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી.

– લેનોવોનું કહેવું છે કે, એક વખત ચાર્જ કરી લીધા બાદ યુઝર તેને દિવસભર વાપરી શકશે.

– ભારત અને બીજા દેશમાં ફોલ્ડેબલ લેપટોપની કિંમત શું હશે તે વિશે લેનોવોએ કોઈ ખુલાસો નથી કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.