લ્યો… સ્કૂલ વેકેશન શરૂ: બાળકના સંર્વાગી વિકાસમાં ‘વેકેશન’નું મહત્વ શું છે?

0
53

ગત 2019નાં દિવાળી વેકેશન બાદ કોરોનાએ શિક્ષણની દશા અને દિશા ફેરવી નાખતા 2020નું ઉનાળુ અને દિવાળી વેકેશન બાદ આ ઉનાળા લોકડાઉનના ભય વચ્ચે વેકેશન આવ્યું પણ ‘ઓન લાઇન’ સાથે!!

‘બચપન કે દિન ભૂલાન દેના’ વર્ષો પહેલાના આ ફિલ્મ ગીત સાથે બચપણની મોજ મસ્તી જેની સાથે જોડાયેલ છે. તે ‘વેકેશન’નું વિદ્યાર્થી જીવનમાં અતિ મહત્વ છે. સતત છ માસની શિક્ષણ યાત્રા બાદ આ વેકેશન આવે છે તેથી આ સમયમાં મા-બાપે બાળકોના સંર્વાગી વિકાસ માટેના તમામ પગલા ભરવા જોઇએ, જાુના સમયમાં પણ સૌ પરિવારો- વડિલો બાળકોના આ સમયમાં સહાયભૂત થતા હતા તેથી જ આ સમયમાં ભણતરની સાથે ગણતર વધુ મળ્યું છે. સહ અભ્યાસિક પ્રવૃતિની સવાર-સાંજ મોજ મઝાને પૂરતો આરભ એટલે વેકેશનનો સમય ગાળો કહેવાય છે. હિન્દુ સંસ્કૃતિના મહત્વના દિવાળી તહેવારની નજીક અને ધોમ ધખતા તાપના ઉનાળાના સમયમાં પડતતા વેકેશનમાં બાળકોમાં રહેલી છૂપી કલાને વેગ મળે છે. બાળકો બાળકો પાસેથી શીખે છે. એવા ફૂલડેની નવરાશનો સમય બાળકની આંતરીક શકિતની ખીલવણીનો છે.  વિવિધ કલાઓમાં રસ લઇને નવું શિખવાનો ગાળો જ વેકેશન છે. ચાલો આપણે સૌ આપણી ભાવી પેઢીના મહત્વના સમયમાં તેને સંપૂર્ણ ટેકો આપીને શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરીએ.

આપણે સૌ આપણાં બાળપણનાં દિવસો યાદ કરીએ એટલે સ્કુલ વેકેશનની મઝા યાદ આવ્યા વગર ના રહે, ધિંગા મસ્તી-ભાઇબંધોની ટોળી અને હરવા-ફરવા સાથે ‘મામા’ ના ઘરની ટ્રીપ તો હોય જ, વેકેશન એટલે શિક્ષણના ભારથી હળવા થવાનો સમય જેમાં નો લેશન નો એકઝામ  બસ મઝા મઝા… મઝા જ સરકારી નિયમાનુસાર આ ઉનાળું વેકેશન 3પ દિવસનું અને દિવાળી વેકેશન ર1 દિવસનું હોય છે. બાકી શનિવાર અડધો દિવસ અને જાહેર રજાને  રવિવાર તો જાુદા મળી કુલ ર30 દિવસ અંદાજે શાળા ચાલતી જોવા મળે છે.

વેકેશન રિલેકસ થવાનો સમય જેમાં તેના પ્રથમ દિવસ અને છેલ્લા દિવસનું મહત્વ વધારે હોય છે. હાલ કોરોના મહામારીમાં શાળા છેલ્લા એક વર્ષથી લગભગ બંધ જેવી હાલતમાં છે એવા સંજોગોમાં આજથી શરૂ થતાં વેકેશનનું બહુ મહત્વ વાલી, બાળકો કે શિક્ષકો માટે રહેતું નથી. વેકેશનમાં પણ ‘હોમ લનીંગ’ ના વિડીયોની પી.ડી.એફ શિક્ષકો બાળકોને મોકલીને હાલ કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણના પાઠ ભણાવશે, દિક્ષા પોર્ટલ ઉપર ક્ધટેઇન્ટના વિડીયો જોઇને બાળક ભણે તેવો પ્રયાસ છે.

છેલ્લા એક વર્ષથી શાળા, શિક્ષણ બંધને કારણે છાત્રો ઉપર વિપરીત અસર થઇ છે. તોફાની સાથે ચિડીયા સ્વભાવ બાળકોના થઇ ગયાનું વાલીઓ જણાવે છે. શિક્ષણનાં ઇતિહાસમાં આવો કપરોસમય કયારેય નથી આવ્યો, સરકારી શાળા કરતાં ખાનગી શાળાની હાલત કફોડી થઇ ગઇ છે. કેટલાક તો શાળામાં કોવિડ હોસ્પિટલ શરુ કરવાનો પ્લાન કરી રહ્યા છે. અત્યારે તો છાત્રોને લીંક મોકલાય છે જે ખોલીને ધોરણવાઇઝ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.

કોવિડ-19 એ સમગ્ર વિશ્ર્વના શિક્ષણ વ્યવસ્થા તેના સત્રો, મૂલ્યાંકન, પરીક્ષા ઉપર અસર કરી છે ત્યારે આપણાં દેશમાં પણ હજી ધો. 10-1ર ની બોર્ડની એકઝામના ઠેકાણા નથી. જાુના જમાનામાં વેકેશનનો જલ્વો અનેરો હતો. વિવિધ પ્લાનીંગ કરાતાને મમ્મી-પપ્પા પણ સૌ સાથે નાનકડી ટુર પરિવાર સાથે ગોઠવતા, વેકેશનમાં 1 થી પ નો બપોરનો સમય આરામનો હોય પણ એ જાુના વેકેશનમાં તો ધોમધખતા તાપમાં શેરીમાં ભાઇબંધની ટોળીની દોડમદોડ થતી હોય.

વેકેશનમાં દરેક મા-બાપે સદઉપયોગ કરીને સંતાનોને કંઇક નોખુઁ-અનોખું શિખવવાનું હોય છે. તેને ઇનડોર ગેઇમ્સ, આઉટ ડોર ગેઇમ્સ સાથે શેરી રમતો રમાડવી જોઇએ, વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ સાથે ચિત્ર-સંગીત વિગેરે કલાના સમર વર્ગોમાં જોડાવા પ્રેરણા આપવી જોઇએ. પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત ઇત્તર પ્રવૃતિથી બાળકોનો સંર્વાગી વિકાસ થતો હોવાથી દરેક મા-બાપે આ બાબતે પ્રયત્નો કરવા જોઇએ, સંતાકુકડી, પકડમ પકડી, દોરડા ખેંચ, લંગડી, કબડ્ડી જેવી વિવિધ રમતોમાં રસ લેતા કરવા જરુરી છે. શારીરિક શિક્ષણ છાત્રો માટે જરુરી છે જે આવા નવરાશના સમયે વેકેશનમાં જ શકય બને છે. આજની ર1મી સદીમાં પહેલાના વેકેશન જેવી મઝા ટીવી અને મોબાઇલે છીનવી લીધી છે. વેકેશન એક જ એવો સમય છે જેમાં ભણતર સિવાયનું નવું શીખવાનો સમય છે.

મા-બાપે તેની આંતરીક શકિત ખીલવવા માટે પ્રેરણા આપવી

વેકેશન એટલે મા-બાપે સંતાનોમાં વિવિધ ગુણો સંપાદિત કરવાનો સમય જો તમે તેને ઇલેકટ્રોનિક ગેઝેટલના ફાયદા-ગેરફાયદાની સમજ આપશો તો તે સરળતાથી સમશી શકશે. આજે તો આ કોરોના મહામારી વચ્ચે છાત્રોની મનોવ્યથા પણ બગડી છે. શું થશે તેવા પ્રશ્ર્ને તે પણ ચિતિંત થઇ ગયો છે. મા-બાપે પણ બાળકોના રસ રૂચિ વલણો ઘ્યાને લઇને તેની સર્જનાત્મક શકિત ખીલે તે જોવું જરુરી છે. મોજ મઝાને મસ્તીનો સમય વેકેશન છે પણ આ વેકેશન તો તકેદારી સાથે મહામારી વચ્ચેનું છે. કોરોનાનો ચેપ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકોની જવાબદારી મા-બાપે લેવી પડશે.

સ્કુલના બચપણના દિવસોમાં તો વેકેશનની સૌ રાહ જોતા હોય ને પરિવાર પણ જાુદા જાુદા પ્લાન ઘડી રહ્યા છે. વેકેશનનો પ્રવાસ અને સ્કુલનો શૈક્ષણિક પ્રવાસ બન્નેમાં બાળકને કંઇક નવું શિખવા મળે છે. આપણે ઇતિહાસ જોવા લાયક સ્થળો પરિવારના પ્રસંગો વિગેરેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળતા હોવાથી તે તેમાં રસથી જોડાય છે. કોરોના પહેલા તો જાુનમાં હીટ વે અને ગરમીનો પારો વધે તો એકદા અઠવાડીયું  વેકેશન લંબાતું પણ અત્યારે તો કોરોનાએ શિક્ષણના ઇતિહાસનું સૌથી લાં…. બુ…. વેકેશન આપ્યું છે.

છ માસિક પરીક્ષા પૂર્ણ થાય એટલે દિવાળી તહેવારો નજીક આવતાં દિવાળી વેકેશન પડે છે. તેવી જ રીતે માર્ચ-એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થાય એટલે ઉનાળુ વેકેશનમાં પણ વિદ્યાર્થીને વિવિધ એકિટવીટી અપાય છે જેને કારણે તે તેમાં પ્રવૃત રહે છે. સૌથી તકલીફ અઢીથી પાંચ વર્ષના કે.જી. ના બાળકોની થઇ તેને તો સૌથી વધુ રજા કોરોના મહામારીએ અપાવી, પહેલાના વેકેશનમાં બાળકો વાંચન વધુ કરતાં ત્યારે બાળ મેગેજીનો વિગેરે તેને માટે સાહિત્ય ઉપલબ્ધ હોવાથી વાંચવા પણ ઝપાઝપી થતી હતી.

વિદેશોમાં તો બે થી ત્રણ મહિના શાળાનો બ્રેક કે વેકેશન હોય છે. બાળકોની સાથે શિક્ષકો પણ વેકેશનમાં આરામ સાથે ફરવા હરવાની સાથે ઘરના વિવિધ કાર્યોમાં રચ્યા પચ્યા રહે છે. સતત શિક્ષણ સાથે સવારથી સાંજ જોડાઇને બાળકોની સાથે શિક્ષકો પણ વેકેશનનો આનંદ લે છે. પવર્તમાન કોરોનાએ તો ખાનગી શાળાના શિક્ષકોની હાલત કફોડી કરતાં હવે તો કેટલાય શિક્ષકોએ બીજો ધંધો શરુ કરી દીધો છે. આજે એક વાત નકકી છે કે પહેલાના વેકેશન જેવી મઝા આ ર1મી સદીમાંય આવતી નથી. આજે સૌ પોતાની દોડ-ધામમાં રચ્યા-પચ્યા હોવાથી બાળકોની વ્યથા તેના રસ ને કોઇ સમજતું નથી. ઘણી વાર બાળકો પણ કહે છે કે ‘પપ્પા મને સાંભળો તો ખરા’

“રજા પડી ભાઇ રજા પડી

રમવાની તો મઝા પડી…..

ધિંગા મસ્તીની રજા પડી, સૌ ભાઇબંધને રજા પડી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here