Abtak Media Google News

આપણી પૃથ્વીને પોતાના મસ્તક ઉપર રાખી રહેલા શેષનાગનો ઉપકાર માનીએ અને વાવાઝોડા કે ધરતીકંપ ન આવવા દે એવી હ્રદયભીની પ્રાર્થના કરીએ !

એવી પ્રાચીન દંતકથા છે કે સર્જનહારે નાની સરખીયે ઉણપ ન રહે એવી અતિ સુન્દર પૃથ્વીનું સર્જન કયુ તે પછી માનવજાતને  સોંપતી વખતે એમને બે મુંઝવણનો ઉકેલ લાવવાનો હતો. એમાંથી એક એ હતી કે પોતે સર્જેલી સર્વાગ સુન્દર પૃથ્વીને માનવજાત વધુ સુન્દર બનાવે અને કોઇ રીતે એની સુન્દરતાને ઝાંખપ ન આવવા દે એવું વચન એની પાસેથી લેવું !

સર્જનહારની બીજી મુંઝવણ આ પૃથ્વીને કયાં અને કેવી રીતે રાખવી કે તેની સુન્દરતા અને સુરક્ષા જળવાય !

માનવ જાત પાસેથી લેવાનું વચન તો તેમણે લઇ લીધું, અને પૃથ્વીને પોતાના મસ્તક ઉપર રાખીને તેને અખંડ રાખે તે માટે તેમણે શેષનાગને સૂચન કર્યુ…

શેષનાગે એવી શરત મૂકી હતી કે, જો માનવજાત પૂરેપૂરી વિશુઘ્ધતા, પવિત્રતા, પ્રમાણિકતા અને નિર્મળતા જાળવશે અને હ્રદય કે મનથી કશો જ પાપાચાર નહિ આચરે તો હું પૃથ્વીને મારા મસ્તક ઉપર ધારણ કરીશે અને એનો ભાર વહન કરીશ પરંતુ જો એના દુરાચાર તેમજ દુષ્ટતાનો બોજ વધી જશે તો એ હું વહન નહિ કરી શકું !

આ દંતકથા અનુસાર સર્જનદારની બન્ને શરતો જળવાઇ નથી. આપણી પૃથ્વી ઉપર પાપાચાર અને દુષ્ટાચાર બે સુમાર વધી ગયા છે. અને બન્નેમાં વિશ્ર્વાસનો દ્રોહ થયો છે.

શેષનાગ ઉપર તે વહન ન કરી શકે એટલો બોજ વધી જતાં તેને પડખાં ફરવા પડે એવી જોખમી હાલત સર્જાઇ છે.

આપણે આપણા મૃત્યુ લોક (પૃથ્વી) માં થતા રહેલા ધરતીકંપો અને વિનાશક વાવાઝોડા સર્જાય છે. તે આવી સ્થિતિગતિને કારણે થયા છે.

આવું બંધુ હોવા છતાં મેધરાજાએ સારો એવો વરસાદ વરસાવીને આપણા ઉપર મહેર કરી છે. એમને આપણે કહીએ,…. ‘વેલકમ- ભલે પધાર્યા’ કારણ કે એમના આવ્યે જ આપણું બધાનું કલ્યાણ થશે અને આપણી લોકમાતાઓ (સરિતાઓ)ની પ્રસન્નતાનું  આપણે ત્યાં મેધરાજાએ કરેલી મહેર અને નર્મદા મહી જેવી લોકમાતાઓ, સરિતાઓની સંભવિત પ્રસન્નતાને અનુલક્ષીને મઘ્યપ્રદેશના વિદ્વાન લેખિકા શ્રી દુર્ગા ભાગવતે લખેલી કહાણી આ અગ્રલેખની સાથે સુસંગત રીતે એમના જ શબ્દોમાં આ પ્રમાણે છે.

Let-Me-Tell-You-Wellcome-Despite-The-Fact-That-Because-Of-Their-Own-Happiness-Our-Welfare-Will-Be-All-Right-And-The-Felicity-Of-Our-People-Will-Be-Filled-With-Happiness
let-me-tell-you-wellcome-despite-the-fact-that-because-of-their-own-happiness-our-welfare-will-be-all-right-and-the-felicity-of-our-people-will-be-filled-with-happiness

મઘ્યપ્રદેશનું મને અતિશય આકર્ષણ છે. ત્યાંની બે નદીઓ નર્મદા અને મહાનદીની મારા પર ઊંડી અસર છે. વિઘ્યે અને સાત પુડા પર્વતનો વનસમુહ સુંદર, વિશાળ વૃક્ષોથી ભરેલો છે. નર્મદા પશ્ર્ચિમવાહીતી છે. એનો ઉદગમ અમરકંટકમાંથી થાય છે. ત્યાંથી પૂર્વ તરફ થોડે દૂર  સુધી વહીને આ નદી અવળી દિશા પકડી પશ્ર્ચિમ તરફ વહેવા લાગે છે.

અહીંના આદિવાસીઓ કથા સંભળાવે છે કે રાજા શોણ અને નર્મદાના વિવાહ થવાના હતા. લગ્ન પહેલા ઘણા દિવસ સુધી શોણ ફોડીને જોયું તો અંદરથી તાજાં ફળનો રંગ નજરે પડયો. આ ફળ પ્રાચીન અશ્મિઓ છે. ફળોના આવા અશ્મિ મળવાં ઘણાં દુર્લભ છે.

મહાનદી શાંત વિશાળ નદી છે. લોકો કહે છે., આ નદી ઋષ્યશૃંગ ઋષિના કમંડળમાંથી નીકળી છે. સિહાવામાં એ કમંડળનું ચિહન મોે જોયું કહેવાય છે કે સિહાવાના પર્વતમાં અગસ્ત્ય મુનિનો વાસ હતો.નર્મદાના વિસ્તારમાં પૌરાણિક કાળના રાજા સહસ્રાજુ‘નું રાજય હતું. અહિરાવણ- મહિરાવણ અહીં જ રાજય કરતા હતા. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં નર્મદાની સંસ્કૃતિ વિશિષ્ટ છે.

હોશંગાબાદ જીલ્લામાં નર્મદાના તીરે દુધગાંવ નામનું એક નાનું ગામ વસેલું છે.  ત્યાં ગ્વાલી જાતિની એક રાણી થઇ ગઇ એનો માટીનો મહેલ હજી ઉભેલા છે. એમ લાગે છે કે મઘ્ય પ્રદેશમાં જેટલી વીરાંગના નારીઓ જન્મી તેટલી નારીઓ આખા ભારતમાં પેદા નથી થઇ. આથી તો મઘ્યપ્રદેશને આટલો માનું છું.

એના તીરે વસ્યા હતા કવિ કાલિદાસ વિક્રમાદિત્યના દરબારના અણમોલ રત્ન એવો કોણ સંસ્કૃત-સાહિત્યનો પ્રેમી હશે, જેનું મન કાલિદાસની કૃતિઓ વાંચી ખીલી ઊઠયું ન હોય? ભારતના શ્રેષ્ઠ જયોતિવિંદ  વરાહમિહિર પણ વિક્રમ રાજાની સભાના જ એક રત્ય હતા.

પણ મારું મન તો વિક્રમાદિત્યથી પણ વધારે રાજા ભર્તુહરિથી આકર્ષાય છે. તે વિક્રમાદિત્યના ભાઇ હતા. શૃંગાર નીતી અને વૈરાગ્ય પર એમણે રચેલાં શતકો અત્યંત સુંદર છે. ભર્તુ હરિને હું ભૂલી શકતી નથી. મઘ્ય પ્રદેશની સહિસ જાતિના આદિવાસીઓ પણ એમને ભૂલ્યા નથી. તેઓ એમને રાજા ભરથરી કહે છે અને એમના જન્મના લગ્નના અને શિકારના સુંદર ગીતો આજે પણ ભાવપૂર્વક ગાયા કરે છે.

મેધરાજાની મહેર લોકમાતાઓની પ્રસન્નતા અને એનો ઉપકારક ઉપયોગ, એ બધું અહીં મહત્વનું બની રહે છે!

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.