Abtak Media Google News

હ્રદય એટલે આપણાં શરીરનું અગત્યનું અંગ જે એક સેકેન્ડ માટે પણ બંધ થઈ જાય તો માણસના શરીરમાંથી જીવ નિકડી જાય છે. માણસ સ્વર્ગ સીધાવી જાય છે. કોઈ પણ બૉલીવુડ ફિલ્મ લઈ લો તેના એકાદ ગીતમાં તો દિલનો એટલે કે હ્રદયનો ઉલ્લેખ તો હોય જ છે. જેમ કે ‘દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા’ ખરેખર તો હ્રદયનું કાર્ય ફક્ત લોહીનું પમ્પિંગ કરવાનું છે. તમારું દિલ શરીર માંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ (ઈલેક્ટ્રિક ઇમ્પલસ) હોય છે.

તમારા હ્રદયને શું તમે જાણ્યું ?

એવી પણ માન્યતા છે કે સામાન્ય વ્યક્તિનું હ્રદય ડાબી સાઈડ હોય છે. પરંતુ ખરેખર છાતીની બરોબર વચ્ચે જ હોય છે. એક તાજું જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે (૭૦ -૧૬૦ bet/minute) ઘડપણમાં દિલના ધબકારા સૌથી ધીમા (૩૦ -૪૦ bet/minute) હોય છે. તમારું દિલ એક મિનીટમાં ૭૨ વખત અને આખા દિવસમાં લગભગ ૧ લાખ વખત અને આખા જીવનમાં લગભગ ૨.૫ અબજ વખત ધબકે છે. જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા દિલના ધબકારા પણ બદલાય છે. પણ શું તમે જાણો છો કે જાનવરને એક કરતાં વધુ હ્રદય પણ હોય છે:

જાનવરોના દિલ વિષે જાણવા જેવી વાતો.

  • ઓકટોપસ ને ત્રણ દિલ હોય છે.
  • શરીરના આકાર મુજબ કુતરાનું દિલ સૌથી મોટું હોય છે.
  • સાપના દીલનો ખાતી વખતે મોટું થઇ જાય છે.
  •  જાનવરોમાં સૌથી નાનું દિલ ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે,મી. હોય છે.
  • મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતીનું દિલ સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલીના દિલ સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.
  •  બ્લુ વ્હેલ માછલીનું દિલ એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.